તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:SP યુનિવર્સિટીમાં આજથી છઠ્ઠા સેમની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ બે સેશનમાં પરીક્ષાઓ આપશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 15મી જુલાઈ, ગુરૂવારથી છઠ્ઠા સેમિસ્ટરની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવન ઉપરાંત વિવિધ કોલેજ અને હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં લેવાશે. પરીક્ષા બે સેશનમાં યોજવાનું યુનિવર્સિટી દ્વારા આયોજન કરાયું છે.આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બી.એ., બી.કોમ. બીએસસી, બીએસડબલ્યુ સહિતના વિષયોના છઠ્ઠા સેમિસ્ટરની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ થશે.

કુલ વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોના સંક્રમણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને બીજી તરફ સરકાર દ્વારા પણ હવે શિક્ષણ ક્ષેત્રે આંશિક છૂટછાટ આપી છે ત્યારે હવે મોટાભાગના વિષયોની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવી રહી છે. અને તેને પગલે જ હવે છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા કોવિડ ગાઈડલાઈનને અનુસરીને પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે.

ઓન-ઓફલાઈન પરીક્ષામાં કુલ 37 ચોરીના કેસ નોંધાયા
હાલમાં યુનિવર્સિટીની ઓફલાઈન અને ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ઓનલાઈનમાં 29 અને ઓફલાઈનમાં આઠ મળી કુલ 37 વિદ્યાર્થીઓ કોપી કરતાં ઝડપાયા છે.

અન્ય સમાચારો પણ છે...