તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાથી સાજા થનારાની સંખ્યા 5742 ,જિલ્લામાં199 પોઝિટીવ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ તાલુકા સતત 12 દિવસે પણ 100 વધુ પોઝિટીવ કેસ સાથે જિલ્લામાં કુલ 199 પોઝિટીવ કેસ નોંધયા છે. જો કે આનંદની વાત એ છે કે છેલ્લા 20 દિવસ બાદ સૌથી વધુ 221 દર્દીઓએ કોરોના માત આપીને સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. જો કે સરકારી ચોપડે 1233 એકટીવ દર્દીઓ દર્શાવવામાં આવ્યા છે. તેમ છતાં બુધવાર મોટાભાગની હોસ્પિટલો ઓકસીજન સહિતના એક પણ બેડ ખાલી ન હોવાનું બહાર આવ્યું છે. તો પછી ડિસ્ચાર્જ દર્દીઓમાં કોનો સમાવેશ કરવામાં આવે છે.તે પ્રશ્ન સૌને ઉઠવા પામ્યા છે.

આણંદ તાલુકામાં આજે પણ 105 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે ખંભાત તાલુકામાં 15 પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 60 વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે.તે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે ગતવર્ષની જેમ પુનઃખંભાત તાલુકામાં કોરોના બેકાબુ બની રહ્યો છે. જયારે બોરસદ તાલુકામાં 10 થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં 7007 પોઝિટીવ કેસ નોંધાઇ ચુકયા છે. તેની સામે 5742 દર્દીઓ સ્વસ્થ થયા છે.

320 દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ
આણંદ જિલ્લામાં હાલ એકટીવ કેસ 1233 છે.તેમાંથી 690 હાલત સ્થિર છે. જેમાં 484 દર્દીઓ ઓકસીનજ પર છે. જયારે 29 દર્દીઓ બીપપર અને 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે. હાલમાં 320 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...