આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ રીતે વધી રહયુ છે.લગ્ન સમારંભો ,ડાયરા ,સામાજિક, રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહયુ છે.આજે નવા 88 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 693 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી જોતાં કોરોનાનો હાહાકાર નજરે ચઢી રહ્યો છે. આજે પણ નવા 88 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 687 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ ડાયરો અને જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ,સોજીત્રા ચીફ ઓફિસર વિપુલ પનારા પણ કોરોના ગ્રસ્ત ની યાદીમાં સામેલ થયા છે.
મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 72 દર્દીઓ હતા આજે પણ 69 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદમાં 7 ,આંકલાવમાં 1,ઉમરેઠમાં 1 , ખંભાતમાં 7 અને બોરસદ ,સોજીત્રા તાલુકામાં 1 દર્દીઓ નોંધાયા છે.જ્યારે તારાપુર અને આંકલાવ શૂન્ય કેસ છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમીક્ર્રોનના નવા 4 કેસ નોંધાયા જયારે 2 સાજા થયા છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો 23 દર્દી સાજા થયેલ છે તેમજ કુલ એક્ટિવ કેસ નો આંકડો 27 સુધી પહોંચ્યો છે.
આજે રસીકરણ અભિયાનની ગતિ ધીમી હતી જે આજે સુધરી જણાઈ રહી છે. આજે રસીકરણનો કુલ આંકડો 7875 સુધી પહોંચ્યો હતો.કોરોના નો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે જ્યારે રસીકરણનો આંક ધીમી ગતિએ નીચે ઉતરી રહ્યો છે.આરોગ્ય વિભાગ આ તરફ વધુ સક્રિય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.
જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10619 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9882 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 25 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 15 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 647 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.આજે 94 દર્દીઓ સાજા થયેલ છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.
કોરોના મીટર | |
આજના કેસ | 88 |
ટેસ્ટ | 3034 |
ડિસ્ચાર્જ | 94 |
હોસ્પિટલમાં સારવાર | 40 |
સ્ટેબલ | 38 |
અોક્સિજન | 2 |
હોમ આઈસોલેશનમાં | 647 |
કુલ સારવાર હેઠળ | 687 |
આજનું રસીકરણ | 7875 |
કુલ રસીકરણ | 31,25,826 |
પ્રિકોશન ડોઝની કામગીરી 34 %
આણંદ જિલ્લામાં 13,528 હેલ્થકેર વર્કર, 15752 ફ્રન્ટલાઇન વર્કર અને 12477 લોકો 60 વર્ષથી ઉપરના કોમોર્બીડીટી રોગ ધરાવતા વ્યકિતઓ મળીને કુલ 31351 વ્યકિતઓને બુસ્ટર ડોઝ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે સાંજના 4 વાગ્યા સુધીમાં 1642 હેલ્થ વર્કર, 664 ફ્રન્ટલાઇન વર્કર અને 4216 લોકો 60 વર્ષથી ઉપરના મળીને 6522 લોકોને ડોઝ આપવામાં આવ્યો છે.જયારે બીજા દિવસે 4940 લોકોને આપવામાં આવ્યા છે. આમ બે દિવસમાં 34 ટકા જેટલી કામગીરી સંપન્નથઇ છે.
આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 4 દર્દીઓ સારવાર હેઠળ
આણંદ જિલ્લામાં મંગળવારે નવો ઓમિક્રોનનો દર્દી નોંધાયા નથી. અત્યાર સુધીમાં કુલ 27 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 23ને રજા આપવામાં આવી છે.હાલમાં માત્ર ચાર દર્દીઓ સારવાર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.