• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Number Of Active Cases Registered In Anand District Reached 547 With 133 New Cases, Curfew In Anand City From 10 Pm To 6 Am

ચરોતરમાં કોરોના વિસ્ફોટ:આણંદ જિલ્લામાં નવા 133 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 547 પર પહોંચ્યો, આણંદ શહેરમાં રાત્રિના 10 થી સવારે 6 સુધી કફર્યૂ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનના નવા શૂન્ય કેસ ,સાજા થયેલ 11 અને કુલ 18 એક્ટિવ કેસ
  • આજે આણંદ તાલુકામાં સંક્રમિતોનો આંકડો સૌથી વધુ 109 પહોંચ્યો

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને પરિસ્થિતિ વણસી રહી છે. રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજથી 15 થી 18 વર્ષના કિશોર-કિશોરીઓ માટે રસીકરણ અભિયાનનો ચાલી રહયુ છે.આજે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહયુ છે. .આજે નવા 133 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 547 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર 2022 નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે 112 કેસ બાદ આજે પણ નવા 133 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 547 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ જાહેર બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 98 દર્દીઓ હતા આજે પણ 109 દર્દી નવા નોંધાયા છે . જ્યારે સોજીત્રામાં 4 ,પેટલાદમાં 3 ,આંકલાવમાં 3 ,બોરસદમાં 7 અને ખંભાતમાં 3, ઉમરેઠ માં 2 અને તારાપુર તાલુકામાં દર્દીઓ નોંધાયા છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમીક્ર્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે. ઓમીક્રોન સંક્રમિત દર્દીઓનો 11 દર્દી સાજા થયેલ છે તેમજ કુલ એક્ટિવ કેસ નો આંકડો 18 સુધી પહોંચ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10292 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9695 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 22 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 12 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 513 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...