આણંદ -ખેડા જિલ્લામાં આગામી દિવસો વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના વર્તાઇ રહી છે. ખાસ કરીને 4 થી અને 5 મી માર્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય છાંટા પડવા વકી આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તો વળી ઉત્તરઅને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. પાંચ દિવસસુધી વાદળછાયુ વાતાવરણ રહેતા ભેજ વધશે. જેના કારણે બફારો વર્તાવવાની શક્યાતા છે
આણંદ ખેડા જિલ્લામાં 35.0 ડિગ્રી અન લઘુત્તમ તાપમાન 16.05 એટલે કે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતુ. સવારે 1.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આણંદ-ખેડા જિલ્લામાં સામાન્ય છાંટ પડશે. મધ્ય ગુજરતા છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં હળવું માવઠું થઇ શકે છે.
આણંદ-ખેડા આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. વાદળો હટતાં જ તાપમાન પારો 39 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને માર્ચના પ્રથમ સપ્તાહમાં સામાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન વધુ રહેશે. જેના કારણે અસહ્ય ગરમીનો અહેસાસ વર્તાશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 10મી માર્ચ બાદ મહત્તમ તાપમાન 40 ડિગ્રી વટાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.