કાળઝાળ ગરમી:ચરોતરમાં આગામી 3 દિ’ પારો 41 થી 43 ડિગ્રી રહેશે, મોટાભાગના બજારો ખાલી જોવા મળ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મધ્ય ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે,શુક્રવારે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં ગરમીનો પારો 1 ડિગ્રી સુધી વધ્યો હતો. જેને લઇ આણંદ -ખેડા શહેરમા તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતાં ધણા દિવસો બાદ આગની ભઠ્ઠીમાં ધકેલાયું હોય તેમ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતી.ત્યારે આગામી ત્રણ દિવસમાં હવામાન સુકું, ગરમ -આકાશ ચોખ્ખુ રહેવાની સંભાવના છે.તેમજ મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રીએ રહેવાની હવામાન વિભાગે આગાહી કરાઇ છે.

આણંદ કૃષિ હવામાન વિભાગે જણાવેલ કે શુક્રવારે દિવસભર સરેરાશ પ્રતિ કલાકે 4.7 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ચરોતરમા તાપમાન એક ડિગ્રી સુધી ઉચકાયું હતું. ગુરૂવારે મહત્તમ તાપમાન 39.0 ડિગ્રીએ હતી. ત્યારે શુક્રવારે મહતમ તાપમાન 40.0 ડિગ્રીએ પહોચતા પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. બજારો ખાલી જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...