વિવાદનો અંત:બ્રિજ માટે હટાવેલું બળિયાદેવનું નવુ મંદીર લોટેશ્વર ભાગોળે બનશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની જગ્યામાં 7 લાખના ખર્ચે મંદિર બનશે
  • અગાઉ રહીશોઅે જાતે દેરી બનાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો

બોરસદ ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પર નડતર રૂપી બળિયાદેવ મંદિર તંત્ર તોડી નાંખવામાં આવ્યું હતું.ત્યારે જગ્યાને લઇને વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આખરે આણંદ પાલિકાની જગ્યામાં નવું બળિયાદેવ મંદિર બનાવવાનો નિર્ણય કરતાં બુધવારે ખાતમુહુર્ત કરાયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર બળિયાદેવ મંદિર નડતર રૂપી દબાણમાં આવતાં તંત્રએ જેશીબી મશીનથી તોડી નાંખવામાં આવ્યું હતું.ત્યારે કબ્રસ્તાન પાસેની જગ્યામાં નવું મંદિર બનાવવા પાલિકાએ જણાવતાં મંદિરના સંચાલકોએ ના પાડતાં વિવાદ સર્જાયો હતો. આખરે બળિયાદેવ ભગવાનની પ્રતિમા લોટેશ્વર મહાદેવ મંદિર પાસે સ્થાપના વિધિ કરીને પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી.

આખરે આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે ગરવાલે મંદિર દૂર કરવા માટે આણંદ ટાઉન પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. આ અંગે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર મહેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, આણંદ પાલિકાની જગ્યામાં નવું મંદિર બનાવવા માટ બુધવારે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 7 લાખના ખર્ચે લોકભાગીદારી થી નવું મંદિર તૈયાર કરાશે. આ પ્રસંગે આણંદ પાલિકા પ્રમુખ સહિત અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...