સોજીત્રા નગરપાલિકામાં છેલ્લા છ માસમાં 7 ચીફ ઓફિસર બદલાઇ ગયા છે. તેના કારણે સોજીત્રા નગરપાલિકાના વિકાસના કામો સહિત દબાણો હટાવો કામગીરી બ્રેક વાગી ગઇ છે. તેમજ કોન્ટ્રાકટરો સહિત અન્ય લોકોના બિલ અટવાઇ ગયા છે. જેના કારણે સોજીત્રા નગરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. વડોદરા પ્રાદેશિક કમિશ્નર દ્વારા 2 દિવસ અગાઉ 11 માસના કરાર આધારીત કિરણ શુકલને મુકવામાં આવ્યાં હતા.તેઓ 13મી તારીકે ચાર્જ સંભાળ્યો હતો. 14મી સાંજે રાજય સરકાર દ્વારા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.
સોજીત્રા નગરપાલિકામાં ફરી એકવાર માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં ચીફ ઓફિસર નીલમ રોયને મુકવામાં આવ્યાં છે. જેને લઇને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોજીત્રા નગરપાલીકામાં છાસ વારે ચીફ ઓફિસર બદલાતા હોઈ કેટલાય કોન્ટ્રાકટર ના તેમજ અન્ય નાના બીલો પણ અટવાઈ ગયા છે. છેલ્લા 6માસ માં 7 ચીફ ઓફિસર બદલાતા ઘડીએ ઘડીએ બેન્કમાં સહી ના નમુના ચેન્જ કરવા પડે છે અને આ પ્રક્રીયા હજુ પાલિકા પૂર્ણ કરે કે તુરંત ચીફ ઓફિસર બદલાઈ જાય છે. હવે જોવાનું રહ્યું 11માસ ના કરાર ના બદલે આ નવા આવેલ કાયમી ચીફ ઓફિસર કેટલા ટાઈમ સોજીત્રા પાલિકામાં વહિવટી કામગીરી કરે છે. તેમજ પાલિકાના મહત્વના નિર્ણયો પણ છેલ્લા કેટલાક સમયથી અટવાઈ ગયા છે. જેને લઈને વિકાસ રૂંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.