રજૂઆત રંગ લાવી:ખંભાતમાં નવાબી કાળના પાલિકા ભવનનું પોણા બે કરોડના ખર્ચે નવીનીકરણ થશે

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન જર્જરિત થવાથી તેના નવનિર્માણની ધારાસભ્ય મયુર રાવલે રજૂઆત કરી હતી

ખંભાતમાં નવાબીકાળથી ત્રણ દરવાજા સ્થિત પાલિકા ભવનમાંથી સંચાલન કરવામાં આવે છે. આ મકાન જર્જરિત થવાથી તેના નવનિર્માણની રજૂઆત ધારાસભ્ય મયુર રાવલને કરવામાં આવી હતી. પાલિકાના પ્રસ્તાવને આધારે શહેરી વિકાસ બોર્ડમાં રજૂઆત કરતા રૂપિયા 1 કરોડ 75 લાખ નગર સેવા સદન માટે મંજૂર કરવામાં આવ્યાં છે.

ખંભાત નગરપાલિકાના નવીન મકાન હેતુ પાલિકાના પ્રમુખ કામિનીબેન હિરેનભાઈ ગાંધી, સેનેટરી કમિટી ચેરમેન મનીષભાઈ ઉપાધ્યાય તેમજ કારોબારી ચેરમેન અશોકભાઇ કાછીયા દ્વારા ધારાસભ્ય મયુરભાઈ રાવલને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડીયા સમક્ષ ધારાસભ્યશ તેમજ પાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત મુકવામાં આવી હતી. આ રજૂઆતને માન આપી રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 1.75 લાખના ખર્ચે પાલિકાનું નવીન મકાન બનાવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ અંગે પાલિકા પ્રમુખ કામીનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં જે ભવન છે તેની પાછળના ભાગે પાલિકાની જગ્યામાં નગર સેવા સદન નિર્માણ પામશે. ખંભાત નગરના નવીન મકાન માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડીયા ખંભાતની જનતા વતી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...