તંત્રનીઆડોડાઇ:પાલિકાનું નવુ બહાનું, વરસાદને કારણે ઢોર પકડવાનું બંધ રાખ્યું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેરમાં રખડતી ગાયો પકડવામાં તંત્રની આડોડાઇ

આણંદ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.ત્યારે આણંદ પાલિકા સહિત વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.જેના પગલે પાલિકાના કર્મચારીઓ જુદી જુદી કામગીરી જોતરાઇ ગયા હોવાથી પાલિકાની ઢોર ડબ્બા વિભાગની ટીમમાં સ્ટાફ્ અભાવે સોમવારે શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જેના પગલે માર્ગો પર રખડતી ગાયો ટોળા ઠેર ઠેર જોવા મળતાં હતા.પાલિકાએ બહાના બતાવવાનું શરૂ કરીને રખડતી ગાયો પકડવાનું બંધ કરી દેતા પશુપાલકો રીતસરના ફાવી ગયા હતા.

આણંદ નગરપાલિકાએ હાઇકોર્ટના આદેશબાદ મોટા ઉપાડે સમિતિ બનાવીને શહેરમાં રખડતી ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 7 દિવસમાં 104 ગાયો પકડીને પાંજરે પુરી દેવામાં આવી છે. ઝુંબેશ હેઠળ કામગીરી સોમવારે આરંભતા પહેલા જ ઢોર ડબ્બાના કર્મચારીઓના અભાવે કામગીરી પડતી મુકવામાં આવી હતી. આ અંગે આણંદ પાલિકાના ઢોર ડબ્બા વિભાગના ચેરમેન મહેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યુ ંહતું કે સોમવારે સ્ટાફનો અભાવ અને વરસાદ પગલે શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી બંધ રાખવામાં આવી છે. પરંતુ મંગળવારે સવાર,સાંજ અને રાત્રિના સમયે જાહેર માર્ગો પર ફરતી તમામ ગાયો પકડીને ઢોર ડબ્બામાં પુરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...