કાર્યવાહી:ફાયર સેફ્ટી મુદ્દે ઉમરેઠ CHC સેન્ટરને પાલિકાએ સીલ કર્યુ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલિકા દ્વારા હાઈકોર્ટનાં આદેશ મુજબ નોટિસ આપી હતી

ઉમરેઠ તાલુકા મથક છે અને તાલુકાનાં ગામો અને નગરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉમરેઠ CHC માં આવતા હોય છે. આટલું મોટું CHC સેન્ટર હોવા છતાં ફાયર સેફ્ટીના નામે મીંડું હોય આજે ઉમરેઠ પાલિકા દ્વારા તેને સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ નગર અને આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દી ઓ ઓપીડી તથા સારવાર માટે ઉમરેઠ CHC સેન્ટર માં આવતા હોય છે.

ઉમરેઠ CHC સેન્ટર માં તમામ પ્રકાર ની સારવાર નાં સંશાધનો ઉપલબ્ધ છે છતાં ફાયર સેફ્ટીનાં કોઈપણ જાતના સાધનો કે તકેદારી લેવામાં આવી નાં હોય કોઈ વખત આગની ઘટના બને ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના રહેલી હોય ઉમરેઠ પાલીકા દ્વારા હાઈકોર્ટનાં આદેશ મુજબ નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં આ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા આજે ઉમરેઠ પાલિકાનાં ફાયર વિભાગ દ્વારા ઉમરેઠ CHC ને સિલ કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ઉમરેઠ ફાયર વિભાગના નીતિનભાઈ મંગુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ નાં આદેશ મુજબ ૯ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ સરકારી કચેરીઓ તથા હોસ્પિટલ તથા સંસ્થાઓ એ ફાયર સેફ્ટીનાં સાધનોની વ્યવસ્થા કરી એન. ઓ. સી લેવું ફરજિયાત છે અને જે બિલ્ડિંગ ની ઊંચાઈ ૯ મીટરથી ઓછી છે તેમને પણ ફાયર સેફ્ટી નાં સાધનોનું પ્રમાણ પત્ર લેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...