આણંદ પશુપાલન વિભાગે પાલિકાને રખડતાં પશુઓ માર્ગો પરથી દુર કરીને ફરજિયાત રસી મુકાવા માટે સુચના આપતા પાલિકા તંત્રએ આળસની ધૂળ ખંખેરીને શુક્રવારે શહેરમાં રિક્ષા ફેરવીને રખડતી ગાયોને માર્ગો પર નહીં છોડવા સતત એલાઉન્સ કરવામાં આવ્યુ હતું.
શનિવારે એક એજન્સીને કોન્ટ્રાકટ આપીને રખડતી ગાયો જોવા મળશે તેને પકડીને પાંજરે પુરી દેવામા આવશે તેમ આણંદ નગર પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ. આણંદ શહેર સહિત જિલ્લામાં લમ્પી વાઇરસે માથું ઉચક્યુ છે. ત્યારે લમ્પી વાઇરસને ફેલાતો અટકાવવા માટે આણંદ વહીવટી તંત્ર દ્વારા ધમપછાડા શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે આણંદ નગર પાલિકા તંત્રને આણંદ પશુપાલન વિભાગે શહેર રખડતી ગાયોને તબેલામાં બાંધી રાખવામાં આવે. શહેરમાં લમ્પી વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માર્ગો પર રખડતી ગાયો પકડીને કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી.
આ અંગે આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે આણંદ શહેરમાં ગાયોમાં લમ્પી વાયરસનો ચેપ થતો અટકાવવા તમામ વિસ્તારોમાં રિક્ષા ફેરવીને માઈક એલાઉન્સ કરીને પશુપાલકોને સાવચેત કર્યા હતા.જેમાં સુચના આપી હતી કે લમ્પી વાયરસથી ગાયોને બચાવી લેવા માટે ગાયોને સલામત સ્થળે તબેલામાં બાંધી રાખવી. આમ છતાંય શહેરના માર્ગો પર શનિવારે રખડતી ગાયો જોવા મળશે તો ગાયોને પકડીને પાંજરાપોળમાં પુરી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.