તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:રખડતા ઢોર પકડવા પાલિકાએ પ્રોટેક્શન માટે નાક રગડ્યું પણ પોલીસ ટસની મસ નથી થતી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે બે ગાય ડબે પૂરી પણ બીજા હજાર પશુ રસ્તા પર ખૂલ્લેઆમ ફરતા હતા

આણંદ શહેરમાં રખડતા ઢોરની અડફેટે ચડેલા વૃધ્ધનું મોત થયા બાદ પણ જવાબદારોના પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા તંત્ર ઢોરમાલિકોની ધમકીઓથી ત્રસ્ત થઇ ગયું છે અને પોલીસ પાસે રક્ષણ માટે વારંવાર વિનંતી કરે છે પરંતુ પોલીસતંત્ર પ્રોટેક્શન આપવા માટે રસ બતાવતું ના હોવાથી બે તંત્રની વચ્ચે શહેરીજનોનો મરો થઇ રહ્યો છે. આજે બુધવારે બે ઢોર પકડી સંતોષ મનાયો હતો પરંતુ એક હજાર જેટલા પશુ શહેરના રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા.

1 જુલાઇના રોજ શિખોડ તળાવ પાસે વૃધ્ધના મોતની ઘટના બાદ પાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ પાલિકાની ટીમ આ કામગીરી કરે તે દરમિયાન કેટલાક પશુમાલિકો ઢોરપકડ ટીમને ઘેરી લઇ અડચણ નાખતા હતા. આ બાબતે પાલિકા સત્તાવાળાઓએ પ્રોટેક્શન માટે પોલીસને અરજી કરી પરંતુ તેમનો પૂરતો સહકાર ના મળતા અસરકારક કામગીરી થઇ શકતી નથી. મંગળવારે ઢોરમાલિકોએ પાલિકાની ટીમના ઇન્ચાર્જને ઘેરી લઇ ભયનું વાતાવરણ સર્જયું હતું તેમછતાં બે દિવસથી કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યુ હતું કે, અગાઉ બે દિવસ પોલીસ રક્ષણ મળતાં ચાર ગાયો પકડી હતી. મંગળવારે બનેલી ઘટના અંગે મને જાણકારી નથી. આમ છતાંય રખડતી ગાયો - ઢોર પકડવાના નકકર પરિણામ સ્વરૂપે કાયદાની જોગવાઇ અન્વયે પોલીસે રખડતી ગાયો પકડવાની સંયુક્ત કામગીરી બજાવવાની હોય છે.

આ અંગે વધુમાં આણંદ પાલિકા ઢોર ડબ્બા વિભાગના સુનીલભાઈએ જણાવ્યું કે, બુધવારે શહેર પોલીસે પ઼ોટ઼કેશન આપવામાં આવ્યું ન હતું છતાં બંદોબસ્ત વિના બે ગાયો પકડી હતી. રખડતી ગાયો પકડવામાં આવતી ટીમોના અધિકારી મિલન ત્રિવેદી બે દિવસની રજા ઉપર ઉતરી ગયા હોવાથી ચાર્જ મને સોંપવામાં આવ્યો છે. અમને રક્ષણ ન મળતું હોવાછતાં જીવના જોખમે ગાયો પકડીએ છીએ. કારણ કે રખડતી ગાયો પકડતી વખતે 20 થી 25 પશુપાલકોનું ટોળુ ગાયો છોડવવા માટે ધસી આવતું હોય છે.આ સમયે ઉગ્ર બોલાચાલીના બનાવો પણ થતાં હોય છે.

મારા ધરે સામાજીક પ્રસંગ હોવાથી હુ રજા પર છું
આણંદ પાલિકાની ટીમોએ સૌ પ્રથમ વહેલી સવારે શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેર પોલીસે કોર્ટમાં જવાનું કહી પ્રોટેક્શન નહીં હોવાની ખબર પડવાથી મંગળવારે ટાઉન હોલ પાસે પકડેલી ગાયો છોડાવવા માટે પશુપાલકોનું મોટી સંખ્યામાં ટોળું ધસી આવ્યું હતું. આ બનાવ અંગે મે પોલીસને જાણ કરી હતી.સ્થળ પર આવ્યા બાદ પોલિસે હાથ અધ્ધર કરી દીધા હતા.ખરેખર પોલીસે સહકાર આપવો જોઈએ,આજે મારા ધરે સામાજીક પ્રસંગ હોવાથી હુ રજા પર છું. - મિલનભાઈ ત્રિવેદી, ઢોર ડબ્બા અધિકારી પાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...