તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:વધાસી રેલ્વે ફાટક પાસે વાનરને વીજ કરંટ લાગતા સારવાર કરાઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયો હતો

આણંદ વધાસી રેલ્વે ફાટક પાસે વિજપોલને વાનરને વિજ કરંટ લાગ્યો હતો. ત્યારે વાનરને વિજ કરંટ લાગવાના બનાવને પગલે આજુબાજુ વિસ્તારના રહીશો બચાવવા માટે દોડી આવ્યા હતા.જો કે રહીશોએ આણંદ વન વિભાગને જાણ કરતા તંત્રની ટીમો ધટના સ્થળે દોડી આવી વાનરને સારવાર માટે વેઈટનરી હોસ્પિટલમાં લઈ જવાતાં રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.આખરે વન વિભાગે સારવાર બાદ સલામત સ્થળે છોડી દેવાયો હતો.

આણંદ જીલ્લા વન વિભાગના સુત્રોએ જણાવ્યુ કે આણંદ વધાસી રેલ્વે ફાટક પાસે વાનર વીજપોલના વાયરને અડકી જતાં વીજ કરંટ લાગ્યો હતો.આ સમયે વાનરને જોઈ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.આથી વાનરને ઈજા થઈ હોવાથી વન વિભાગને જાણ કરાઇ હતી.આથી વન વિભાગની ટીમો દોડી આવી રેસ્કયુ કરી પકડી લેવાયો હતો.ત્યારબાદ વેઈટનરી કોલેજમાં સારવાર માટે લઇ જવાયો હતો. આખરે સારવાર બાદ સલામત સ્થળે છોડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...