તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ નગરપાલિકાની ચૂંટણી રંણસિગું ફુકાઇ છે.ત્યારે કાઉન્સિલરોનો મતદારોની પડતી મુશ્કેલીઓની યાદ આવી છે. કેટલાંક વિસ્તારમાં તાત્કાલિક નવા માર્ગો 15 દિવસ પહેલા બનાવી દેવામાં આવ્યા છે. આણંદ શહેરના વોર્ડ નં-5ના શિખોડ તલાવડી અને અંબિકા ચોક વિસ્તારની મુખ્ય સમસ્યા માર્ગોની સફાઇનો અભાવ જોવા મળ્યો છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે.
તેમજ રખડતી ગાયોનો ત્રાસ માથાના દુખાવ રૂપ બની ગયો છે. તેમજ શિખોડ તલાવડીની સફાઇ પણ કરવામાં આવતી નથી. કચરો તથા અન્ય વસ્તુઓ તલાવડી આસપાસ નાખી જતા હોવાથી કચરાને કારણે ઢગ ખડકાયા છે.તેના કારણે જીવતો ઉપદ્રવ વધી ગયો છે. જો કે આ વિસ્તારમાં પાકા રોડ,પીવાના પાણી અને ગટરની પુરતી સુવિધા છે. વિકાસના કામો સારા થયા છે. સ્થાનિક કાઉન્સિલરો નાની સમસ્યા નિવારણ માટે કોઇ રસ દાખવતા નથી. તેમ સ્થાનિકો મુલાકાતદરમિયાન જણાવ્યું હતું.
વોર્ડ નં-6ની મુખ્ય સમસ્યા પર એક નજર
સ્થાનિક રહિશો શું કહે છે?
નિયમિત સફાઇ થતી નથી
માર્ગોની નિયમિત સફાઇ થતી નથી. તેના કારણે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. તેના કારણે લોકોને ગંદકી ઢગ વચ્ચે રહેવું પડે છે. > વિપુલભાઇ પ્રજાપતિ, સ્થાનિક રહીશ
રખડતી ગાયોનો ત્રાસ
આ વિસ્તારમાં રખડતી ગાયોનો પ્રશ્ન યથાવત છે. ગાયો પકડવા માટે પાલિકા દ્વારા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરી નથી. સ્થાનિકો રજૂઆતો કરી થાકી ગયા છે. > મહેન્દ્ર ભાઇ પ્રજાપતિ, સ્થાનિક રહીશ
કચરા ઉઘરાવાતો નથી
ડોર ટુ ડોર કચરા માટે આવતાં કોન્ટ્રાકટરના માણસો બપોરના બે વાગ્યા બાદ આવે છે. માત્ર કેટલાંક ઘરોમાં કચરો લઇને રવાના થઇ જાય છે. > પ્રકાશભાઇ પ્રજાપતિ, સ્થાનિક રહીશ
તકેદારી રખાતી નથી
શિખોડ તલાવટીનું બ્યુટીફિકેશન કરીને વોકીંગ ટ્રેક અને બાગ બગીચો બનાવ્યા છે. પરંતુ તેની સફાઇ થતી નથી. બ્યુટીફિકેશન પાછળ ખર્ચેલ નાંણા એળે ગયા છે. > રામજીભાઇ પ્રજાપતિ, સ્થાનિક રહીશ
પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
કામોને પ્રાધાન્ય આપ્યું
વિસ્તારમાં પાણી ટાંકી, ગટર લાઇન, સોસાયટીમાં બ્લોક સહિતની કામગીરી 5 વર્ષ દરમિયાન કરવામાં આવી છે. જે અગામી ચૂંટણી પૂર્ણ થયા બાદ શરૂ કરાનાર છે. > હિરેન પટેલ, કાઉન્સિલર
વિકાસના કાર્યો હાથ ધર્યા
મહાવીર ઝુંપડપટ્ટી પાસે, નવો બાગ, રેનબસેરા અને બોરકુવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા કામગીરી હાથ ધરાઈ હતી. > અનવરભાઇ વ્હોરા, કાઉન્સિલર આણંદ
વોર્ડના પ્રશ્નોને વાચા આપી
વિકાસના કાર્યો હાથ ધરવા માટે વારંવાર રજૂઆત કરવામા ંઆવતી હતી. સીપી કોલેજ પાસે સાફસફાઇ,ગટર લાઇન સહિતની કામગીર કરવામાં આવી છે.> મીનાબેન હરીજન, કાઉન્સિલર આણંદ
માહિતી આપવા ઇન્કાર
ડો.પલક વર્મા -નગર સેવક દ્વારા વોર્ડ વિસ્તારની રજુઆત સહીત હાથ ધરવામાં આવેલા વિકાસની કામગીરી બાબતે પુછપરછ કરવામાં આવતા માહીતી આપવાનો ઈન્કાર કર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.