તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આણંદમાંથી ગુમશુદા બાળક ખોડિયાર પાસેથી મળી આવ્યું, બાળક એક સપ્તાહ પહેલા ગુમ થયુ હતું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં આવેલી મહાવીર ઝૂંપડપટ્ટી પાસેથી સાત દિવસ અગાઉ ગુમ થયેલું બે વર્ષીય બાળક વિશાલ દંતાલી ખોડિયાર મંિદર પાસે રહેતા એક દંપતી પાસેથી સલામત રીતે મળી આવ્યું હતું. હાલમાં પોલીસે તેનો કબજો મેળવી મૂળ માતા-પિતાને સોંપ્યું હતું. આણંદ પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ મહેબુબખાન પઠાણે જણાવ્યું હતું કે, ખોિડયાર મંદિર પાસે રહેતા સુરેશભાઈ અને ગીતાબેન ત્રણ ચાર દિવસ અગાઉ વ્યાયામ શાળાએ મજૂરીકામે આવ્યા હતા.

એ સમયે બાળક રડતું મળી આવ્યું હતું. તેમણે તપાસ કરી પરંતુ કોઈ પત્તો ન મળતાં તેને ઘરે લઈ ગયા હતા. તેની શારીરિક સ્થિતિ સારી ન જણાતાં તેને હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. બીજી તરફ પેરોલ ફર્લો સ્કવોડના કોન્સ્ટેબલ જયદીપભાઈને બાતમી મળતાં અમે તપાસ હાથ ધરી હતી. જેમાં બાળક સલામત તેમની પાસે હતું.

અન્ય સમાચારો પણ છે...