હવામાન:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ચરોતરમાં ચોથા દિવસે લઘુત્તમ તાપમાન 18.05

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય તાપમાન કરતાં 5 ડિગ્રીનો વધારો થતાં બફારો

ચરોતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં સામાન્ય કરતાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ઉચું રહેતા દિવસે ગરમીનો અહેસાસ થતાં લોકોને ભર શિયાળે પંખા ચાલુ કરવાનો વખત આવ્યો છે. આગામી બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચરોતરમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન સુકુ અને અંશતઃ વાદળછાયુ રહેશે. તેમજ કેટલાંક વિસ્તારમાં સામાન્ય છાંટા પડવાની સંભાવના છે.જયારે ભેજનું પ્રમાણ 77 ટકાની આસપાસ રહેશે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેવાની સાથે 10 થી 15 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે.

બુધવારે આણંદ -ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.05 ડિગ્રી નોંધાયું છે. જયારે ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું છે. જયારે પવનની ગતિ 1.04 કિમીની નોંધાયું છે. જયારે ગુરૂવારે તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેશે તેમજ શુક્રવારે પવનની ગતિ વધતાં તાપમાન નીચંુ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...