દંડ:ખાણ ખનીજે રોયલ્ટી વિના રેતી હેરફેર કરતાં ત્રણ ડમ્પર ઝડપ્યા

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પર માલિકોને નોટીસ પાઠવી 6.50 લાખનો દંડ ફટકાર્યો

આણંદ પંથકમાં રાત્રીના સમયે મોટા પ્રમાણમાં નદીતટ પરથી ગેરકાયદે રેતીની હેરાફેરી થતી હોય છે. તેને ધ્યાને લઈને આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બુધવાર રાત્રે ચીખોદરા ચોકડી પાસે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. ઓવરલોડ અને રોયલટી વિના રેતીની હેરાફેરી કરવા ત્રણ ડમ્પરો ઝડપી પાડીને  ડીટેઈન કર્યા હતાં. 

ત્રણ ડમ્પરો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં
લોકડાઉન ચારમાં છુટ છાટ મળ્યાં બાદ મહિસાગર નદીના તટમાં મોટા પાયે રેતી ખનની પ્રવૃતિઆે વધી ગઈ હતી. તેમજ રાત્રીના સમયે ગેરકાયદે રેતીની હેરાફેરી થાય છે. તેને ધ્યાને લઈને આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બુધવાર રાત્રે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું . પેટ્રોલીંગ દરમિયાન ચીખદરા ચોકડી પાસે ખાણ ખનીજની વિભાગની ટીમે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો આવતાં તેને અટકાવીને ચાલક પાસે રોયલટીની માંગણી કરી હતી. પરંતુ તેઓ પાસે રોયલટી હતી નહીં. અને ગેરકાયદે રેતીની હેરાફેરી કરતાં માલુમ પડ્યું હતું. જેથી ત્રણ ડમ્પરો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. ડમ્પર માલિકને નોટીસ પાઠવીને 6.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...