તાપમાન:ચરોતરમાં 5 દિવસ બાદ મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ-ખેડાજિલ્લા છેલ્લા ત્રણેક દિવસથી મહતમ તાપમાન દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધતાં ગરમીમાં સામાન્ય રાહત અનુભાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ બાદ સામાન્ય કરતાં મહતમ તાપમાન 3 ડિગ્રી ઉંચ રહેશે.કૃષિ હવામાન વિભાગમાં રવિવારે નોંધાયેલા આંકડા પર નજર કરી તો મહતમ તાપમાન 38.05 ડિગ્રી અટકયું છે. જયારે લઘુતમ તાપમાન 23 ડિગ્રી , ભેજના પ્રમાણ 88 ટકા,પવનની ગતિ 2.02 કિમીની નોંધાઇ છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય વાદળો હટતાં જ પુન:ગરમીનું જોર વધશે. આગામી 22મી એપ્રિલ બાદ સામાન્ય તાપમાન કરતાં 3 ડિગ્રી વધુ એટલે કે મહતમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વર્તાઇ છે.

અન્ય સમાચારો પણ છે...