વિવાદ:નગરસેવકની બબાલને લઈ પાલિકાના કર્મીની બદલી કરાતા મામલો ગરમાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી દ્વારા ચીફ ઓફિસરની બદલીની નગરસેવકોમાં જોવાતી રાહ
  • ટેકસ ભર્યા વિના આવકનો દાખલો નહીં આપતા મામલો બિચક્યો હતો

આણંદ નગરપાલિકામાં નાગરિક સુવિધામાં ફરજ બજાવતા કર્મચારીએ અરજદારને ટેકસ ભર્યા વિના આવકનો દાખલો નહીં આપવાના મુદ્દે વોર્ડ 10ના નગરસેવક ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારે પાલિકાના નગરસેવકે કર્મચારીની બદલીની માંગ કરાઈ હતી. પરંતું પાલિકાના ચીફ ઓફિસરે બદલી કરવાની નનૈયો ભણાવતાં આખરે 40 જેટલા ભાજપ -કોગ્રેસના નગરસેવકોએ ચીફઓફિસરની બદલી કરવા ગાંધીનગર મુખ્યમંત્રીને ફરીયાદ કરાઈ હતી.

આખરે વડી કચેરીઓથી આદેશ મળતા ચીફ ઓફિસરે પાલિકાના કર્મચારીની બાંધકામ શાખામાં બદલી કરી દેવાઈ હતી. જેના પગલે સમગ્ર મામલો ગરમાયો હતો. જો કે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા ચીફ ઓફિસરને આણંદથી બદલી કરીને અન્યત્ર સ્થળે મુકવામાં આવે તેવી નગરસેવકોમાં કાગદોળે રાહ જોવાઈ રહી હોવાનું શહેરમાં ટોક ઓફ ધી ટાઉન ચર્ચાઓનો વિષય બની પણ ગયો છે.

આણંદ પાલિકાના નાગરિક સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ ગોરને એક અરજદારે આવક દાખલા માટે અરજી કરવામાં આવતા ટેકસ બાકી પડતા વેરાની પાવતી માંગી હતી.આથી અરજદારે પાલિકાનું માંગણા બીલ નહીં આવ્યું હોવાથી વેરો ભર્યો નહીં હોવાનું જણાવ્યુ હતુ. જેની વેરા બિલની માંગણી સંદર્ભે નગરસેવકોને અરજદારે ફરિયાદ કરાતા મામલો ઉગ્ર બન્યો હતો. આથી વોર્ડ નં 10ના નગરસેવક જીગ્નેશ પટેલે અરજદારનું ઉપરાડુ લઇને પાલિકાના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.જેને લઇને પાલિકા સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આખરે સમગ્ર મામલો ચીફ ઓફિસર પહોંચી જતાં નગરસેવકે પાલિકાના નાગરીક સુવિધા કેન્દ્રના કર્મચારીની બદલી માંગ કરાઇ હતી. આ સમયે નગરપાલિકાના ચીફઓફિસર ગૌરાંગ પટેલે બદલી નહીં કરવા માટે નનૈયો ભણાવ્યો હતો.જેને લઈને નગરપાલિકાના 40 જેટલા ભાજપ કોગ્રેસના નગરસેવકોએ લેખિતમાં સહી કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરિયાદ કરાઈ હતી.જેના પગલે ગાંધીનગર વડી કચેરીએથી આદેશ કરાતાં ચીફ ઓફિસરે પાલિકાના કર્મચારીની બાંધકામ શાખામાં એકાએક બદલી કરી દેવાઈ હતી.

આમ સમગ્ર મામલે પાલિકા સંકુલમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં પણ ઉગ્રરોષ વ્યાપી ગયો છે.બીજી તરફ ગાંધીનગર મુખ્યમંત્રી દ્વારા ચીફ ઓફિસરને આણંદથી બદલી કરીને અન્યત્ર સ્થળે મુકવામાં આવે તેવી નગરસેવકોમાં કાગદોળે રાહ જોવાઈ રહી હોવાનું શહેરમાં ચર્ચાઓનો વિષય બની પણ ગયો છે.

વહીવટી કારણોસર કર્મચારીની બદલી કરવામાં આવી હતી
આણંદ નગરપાલિકાના ફરજ બજાવતાં નાગરિકો કર્મચારીની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે.જેઓની હાલમાં બાંધકામ શાખામાં હાજર થવા માટે લેખિત આદેશ કરવામાં આવ્યો છે. > ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, આણંદ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...