• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Matter Of No confidence Motion Reaches The State Level, The Municipal President Is Accused Of Not Taking Other Fellow Members Into Confidence.

બોરસદ નગરપાલિકા પ્રમુખની સત્તા સંકટમાં:અવિશ્વાસની દરખાસ્તનો મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો, નગરપાલિકા પ્રમુખ અન્ય સાથી સભ્યોને વિશ્વાસમાં ન લેતા હોવાનો આક્ષેપ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના 16 વિપક્ષી સભ્યોએ ભાજપના અસંતુષ્ટ જૂથ સાથે છુપી સમજૂતી કરી રજૂ કરી છે અવિશ્વાસની દરખાસ્ત
  • પ્રદેશ સંગઠનને રિપોર્ટ મોકલ્યો છે: જિલ્લા પ્રમુખ

બોરસદ નગરપાલિકા પ્રમુખની કામગીરીથી નારાજ વિપક્ષે પ્રમુખને ઉપરથી હટાવવાનો કારસો ભાજપના જ અસંતુષ્ટ સભ્યો સાથે છૂપી સમજૂતી કરી રચ્યો છે. બોરસદ નગરપાલિકાના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હોય નગરનું અને જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયેલું છે. ભાજપ જિલ્લા આગેવાનોએ મામલો થાળે પાડવા સખત પ્રયત્નો કર્યા હતા પરંતુ ભાજપના અસંતુષ્ટ સભ્યો આ તબક્કે કોઈ જ સમાધાનના મૂડમાં ન હોવાથી મામલો પ્રદેશકક્ષાએ પહોંચ્યો છે.
મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો
36 સભ્યો ધરાવતી બોરસદ નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપના 20 સભ્યો ચૂંટાયા છે. જોકે પ્રમુખની નિમણુંક સમયથી જ અવારનવાર ભાજપમાં આંતરિક અસંતોષ વકરતો હતો. જિલ્લા આગેવાનો યેનકેન પ્રકારે પરિસ્થિતિ શાંત કરી દેતા હતા. આ વખતે વકરેલો વિવાદ કેમેય કરી શાંત થાય તેમ ન હોઈ મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો છે. ભાજપ પ્રદેશ મોવડી મંડળે નગરપાલિકા પ્રમુખ,જિલ્લા અને શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી તેમજ પ્રભારી આગેવાનોને તેડાવ્યા હતા. જેઓ પાસે નગરપાલિકાની વાસ્તવિક રાજકીય પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

માર્ગદર્શન મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરીશું
આ અંગે જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ અને સ્થાનિક સંગઠન સાથે મળી રાજકીય પરિસ્થિતિ જાણી છે.વિપક્ષી અવિશ્વાસની દરખાસ્ત ટકી શકે તેમ નથી.આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રદેશ સંગઠનને મોકલી અપાયો છે.જે માર્ગદર્શન મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...