તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Lust For Business Has Been Instilled In The Children Of Working Families, The Hidden Pain Of The Shadows Is Now Becoming A Public Problem.

માનવતાની દયા ઝંખતું શૈશવ:શ્રમજીવી પરિવારના બાળકોમાં કસમયે વેપારવૃત્તિની લાલસા નિર્માણ થઈ,છાંનું છૂપું દર્દ હવે જાહેર સમસ્યા થઈ બહાર પડી રહ્યું છે

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના સળિયા બહાર નીકળેલા જોઈ અહીં આસપાસ રહેતા શ્રમજીવી પરિવારના બાળકો જાણે ભમરા જેમ ફૂટી આવ્યાં
  • જીવના જોખમે ભંગાર સળિયા ખેંચવા જોર લગાવતા આ બાળકોને સદભાગ્યે કોઈ અકસ્માત નડ્યો નથી
  • માનવતાને દીપવતા ચરોતરના પૂર્વજોની શીખ, સિધ્ધિ અને સંવેદના નવી પેઢીના વહીવટ અને વ્યવહારમાં નંદવાઈ

આર્થિક તંગીનો ભાર વેઠતા પરિવારના બાળકો ભણતર ,રમત,ગમત અને કિલ્લોલ કરવાની ઉંમરે પરિવારને આર્થિક ટેકો કરવાની વૃત્તિએ પૈતૃક ધંધાંકીય કામે લાગી જતા હોય છે. સંજોગનો માર અને સમયની શીખ બાળપણને પણ પરિપક્વ બનાવી દે છે. આણંદના નેતાઓ ભૂલકાઓ સાથે વારે તહેવારે કે જન્મદિવસે ફોટો કાર્યક્રમ રાખી સોશિયલ મીડિયામાં માનવ સંવેદનશીલતાનો ઢોલ પીટતા હોય છે. ફોટા જોઈને લાગે કે હવે આ બાળકોને કાંઈ જ દુઃખ નથી અને હવે આ ગરીબ કે જરૂરિયાતમંદ બાળકોની જિંદગી બદલાઈ જશે.

સ્થિતિ બદલવ કોઈ પાર્ટી સફળ થઈ નથી

સભ્ય નાગપરિરિકોને છેતરતી આ છલકળાનો ભ્રમ જે ટ્વિ કાર્યક્રમ પૂરો થયા બાદ જ હડાહડ થતા બાળકોના ચહેરો જોઈને જ ખ્યાલ આવી જતો હતો છે. આણંદ નગરપાલિકાના વિકાસ કામોની કામગીરી દરમિયાન નંદવાયેલા શૈશવ નજરે ચઢ્યું હતું. શાળા ભણતરનો સમય વિકાસ કામોનો ભંગાર ભેગો કરવામાં જઈ રહ્યો હોવાનું જોઈ અનેક નાગરિકોના દિલ દુભાયા હતા. આ પરિસ્થિતિ બદલવા કોઈ જ રાજકીય પાર્ટી સફળ થઈ નથી.

આણંદની સમૃદ્ધિ દેશ-વિદેશમાં વખણાય છે

આણંદને ચરોતરની સમૃધ્ધિનું કેન્દ્ર માનવામાં આવે છે. રાજ્ય અને દેશમાં એનઆરઆઈ હબનું બિરુદ પ્રાપ્ત આણંદની સમૃદ્ધિ દેશ-વિદેશમાં વખણાય છે. આણંદ નું રાજકારણ વિશ્વને રાહ ચીંધે છે. માનવતાને દીપવતા ચરોતરના પૂર્વજોની શીખ, સિધ્ધિ અને સંવેદના નવી પેઢીના વહીવટ અને વ્યવહારમાં નંદવાઈ રહેલા જણાય છે.

જીવના જોખમે બાળકો લોખંડના સળિયા કાઢી રહ્યા હતા

આણંદ પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર સુધી ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પાઇપ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બેઠક મંદિરથી ગામડી વડ સુધી લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રોડ ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જે આરસીસી રોડ જેસીબીથી તોડતાં લોખંડના સળિયા બહાર નીકળ્યા હતા. જેને જોઇ અહીં આસપાસ રહેતા શ્રમજીવી પરિવારના બાળકો જાણે ભમરાની જેમ ફૂટી આવ્યાં અને જોરશોરથી આ સળિયાને ખેંચવા લાગ્યા જાણે કે તેમને આ સળિયા મળી જવાના હોય..! જીવના જોખમે આ પ્રવૃત્તિ કરતા બાળકોને જોઈ ત્યાંથી પસાર થતા સભ્ય સમાજના નાગરિકોમાં સંવેદના પ્રસરી હતી અને આ મુદ્દો સભ્ય અને જાગૃત નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

બાળકોમાં વેપારવૃત્તિની લાલસા નિર્માણ થઈ

મહત્વનું છે કે, શ્રમજીવી પરિવારો ભંગાર અને કચરાનો પણ વ્યવસાય કરતા હોય છે. રોજ સવારે વીણવા નીકળતા માતા-પિતા જતા આવતા બાળકોમાં પણ કસમયે વેપારવૃત્તિની લાલસા નિર્માણ થઈ જતી હોય છે. સદભાગ્યે જીવના જોખમે ભંગાર સળિયા ખેંચવા જોર લગાવતા આ બાળકોને કોઈ અકસ્માત નડ્યો નથી. પરંતુ આ વૃત્તિ પ્રવૃત્તિ અટકાવવા હાજર નગરપાલિકા, કોન્ટ્રાકટર કે કર્મચારીઓ પણ નિષ્ક્રિય જણાતા લોકટીકાનો ભોગ બન્યાં હતા.

નેતાઓ નાના ભૂલકાઓનો અંર્તનાદ સાંભળે તે જરૂરી

એનઆરઆઈ હબ ગણાતા અને શિક્ષણ, વેપાર, વહીવટમાં દિશાચિન્હ વૈશ્વિક ઓળખ ધરાવતા આણંદમાં ખાવા પીવાની પહેરવા ઉઠવાની અગવડો વચ્ચે શૈશવ વિખેરાઈ રહ્યુ છે. જ્યાં ત્યાં દોડવાનું મળે તે ખાવાનું રોજિંદો ક્રમ થઈ ગયો છે. છાંનું છૂપું દર્દ હવે જાહેર સમસ્યા થઈ બહાર પડી રહ્યું છે. નેતાઓની કારકુની કરતા કાર્યકરો અને માનવતાની માવજત ભૂલી, સરકારી યોજનાઓની રજૂઆતોમાં આળોટયા કરતા નેતાઓ આ દ્રશ્ય જોઈ નાના ભૂલકાઓનો અંર્તનાદ સાંભળે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...