છેતરપિંડી:સસ્તા સોનાની લાલચ આપી ફેશન ડિઝાઈનર સાથે રૂ. 41 લાખની ઠગાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગઠિયાઓએ મહિલાની માતાની મુલાકાત કરી અસલી સોનું આપી વિશ્વાસ કેળવ્યો હતો

વડોદરાના કારેલીબાગમાં રહેતી 37 વર્ષીય અર્ચનાબેન જશવંતભાઈ મકવાણાએ વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં તેમની માતાને અજાણ્યા એક શખસનો ભેટો થયો હતો. જેમાં તેમણે ખોદકામ દરમિયાન તેમને સોનું-ચાદી મળ્યું છે અને તે વેચવું છે તેવી વાત કરી હતી. નવરાત્રિના સમય દરમિયાન, દુમાડ ચોકડી પાસે તેમણે મુલાકાત ગોઠવી બેથી ત્રણ ચાંદીના અને સોનાના સિક્કા આપ્યા હતા અને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. સોનીને સિક્કા બતાવતા તે સાચા હોવાનું કહેતાં જ તેઓ દોઢ કિલો સોનું રૂપિયા 41 લાખમાં લેવા તૈયાર થયા હતા.

દરમિયાન, સોમવારે બપોરે વાસદ પાસેના વિવાન પાર્ટી પ્લોટ પાસે એક મહિલા બે પુરૂષ સહિત ત્રણેય જણાંએ અર્ચનાબેન સાથે મુલાકાત ગોઠવી હતી અને તેમણે તેમને દોઢ કિલો સોનુ-ચાંદી પધરાવ્યું હતું. અર્ચનાબેને તેમને રૂપિયા 41 લાખ આપ્યા હતા. એ પછી સાંજે તેઓ તેમના સોનીને બતાવવા ગયા હતા. જ્યાં સોનું ખોટું હોવાનું કહેતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે મંગળવારે વાસદ પોલીસ સ્ટેશને ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બેંકમાંથી એફડી તોડાવી પૈસા આપ્યા હતા
ત્રણેય શખસ હિન્દી ભાષા બોલતા હતા. આ ઉપરાંત ફરિયાદી મહિલા પાસે તેમના મોબાઈલ નંબર સિવાય કોઈ જ માહિતી નથી. મહિલાના જણાવ્યા અનુસાર તેણીએ જણસો ખરીદવા તેની એફડી તોડાવી હતી. જોકે, હાલમાં તેમના બંધ આવતા મોબાઈલનું લોકેશન ટ્રેસ કરીને આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. - પી. જે. પરમાર, પીએસઆઈ, વાસદ

અન્ય સમાચારો પણ છે...