તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ચરોતરમાં કાતિલ ઠંડી મોજુ ફરી વળતાં મૌસમનું સૌથી નીચું તાપમન 90 પહોંચ્યું

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • હજુ બે દિવસ તાપમન 10ની આસપાસ રહેવાની સંભાવના

આણંદ-ખેડા જિલ્લામાં બર્ફિલા પવનોના પગલે કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. તાપમાન સતત ગગડી રહ્યું છે.મંગળવાર 1 ડિસે ઘટીને 9 ડિસે પહોંચતા કકડતી ઠંડીના કારણે લોકો થથરી ઉઠયા હતા.સવાર સવારમાં ગરમાવો મેળવવા માટે નગરજનોએ અવનવા નુસખા અપનાવતા જોવા મળ્યા હતા. આજે લોકોની હાલત કફોડી જવા પામી હતી. અને લોકોએ ગરમ તાપણા સળગાવી ઠંડીથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આણંદ-ખેડા જિલ્લામાં બે દિવસથી બર્ફિલા પવનો સતત ફુંકાઇ રહ્યાં છે. જેના કારણે છેલ્લા24 કલાકમાં તાપમાનમાં વધુ1.5ડી.સે.નો ઘટાડો થતા આજે લઘુતમ તાપમાન 9 ડી.સે. નોંધાયું હતું. જેને લઈને કાતીલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રિના સમયે ઠંડીની ત્રિવતા વધી જતાં રાત્રિના નવ વાગ્યાથી માર્ગો પર વાહનવ્યવહાર ઘટી જતાં સુમસામ ભાસતા હતા.તો વળી ઘરબહાર વિહોલા ફૂડપાથ કે રેલ્વે સ્ટેશન પર રાત વિતાવતા લોકોએ તાપણા સહારે ગરમી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તાપમાનમાં ઘટાડા સાથે પવનની ગતિ વધુ હોવાથી ઠંડી વધુ કાતીલ અનુભવાય રહી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે મહત્તમ તાપમાન 24 ડી.સે., લઘુત્તમ તાપમાન 9 ડી.સે., હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા, પવનની ગતી 4.5 કિ.મી. પ્રતિ કલાક, પવનની દિશા ઉત્તર-પુર્વિય નોંધાઈ છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન બર્ફિલા પવનો જોર યથાવત રહેશે.તેના કારણે લધુતમ પારો 10 ડિસેની આસપાસ રહેવાની સંભાવના વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો