તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મેના પ્રથમ સપ્તાહની સરખામણીએ અંતિમ સપ્તાહમાં 58 ટકા કેસ ઘટ્યા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મે માસ પ્રથમ સપ્તાહમાં 1490 બેડ ભરેલા હતા, જ્યારે અંતિમ સપ્તાહમાં 1378 બેડ ખાલી

આણંદ જિલ્લામાં એપ્રિલ-મે કોરોના કાળો કહેર વર્તાવ્યો હતો.મેના પ્રથમ સપ્તાહમાં કેસમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે મેના પ્રથમ સપ્તાહમાં 1129 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેની સામે 978 દર્દીઓ સ્વસ્થ થયા હતા.જયારે જિલ્લાની 30 જેટલી કોવિટ હોસ્પિટલોમાં 1490 બેડ ભરેલા હતા. જયારે મેના અંતિમ સપ્તાહમાં માત્ર 391 પોઝિટીવ કેસ નોંધાયા હતા.તેની સામે 636 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

પોઝિટીવ દર્દીઓ કરતાં સ્વસ્થ થવાનો રેસિયો 170 ટકા પહોંચ્યો હતો.જેના કારણે એકટીવ દર્દીઓની સંખ્યા 567 એકટીવ કેસ નોંધાયા હતા.જેના કારણે છેલ્લા 50 દિવસબાદા આણંદ હોસ્પિટલો 65 ટકા બેડ ખાલી થયા છે.જયારે પોઝિટીવ કેસમાં 58 ટકાનો ઘટાડો નોંધાયો હતો

આણંદની હોસ્પિટલોમાં 1378 બેડ ખાલી થયા
​​​​​​​
​​​​​​​આણંદ જિલ્લામાં સરકારી 8 હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં કુલ 1945 બેડ છે.જેમાંથી માત્ર 455 બેડ ખાલી હતા.જયારે જેની સંખ્યા મે માસમાં અંતિમ સપ્તાહમાં વધીને 1378 બેડ ખાલી થયા છે. કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં અને સ્વસ્થ દર્દીઓ રેસી 170 પહોંચતા હોસ્પિટલમાં બેડ ખાલી થયા છે. આણંદની કૃષ્ણ હોસ્પિટલમાં સૌથી 500થી વધુ બેડ છે. જેમાં 40 ટકા ઉપરાંત બેડ ખાલી થયા છે. તેમજ જિલ્લામાં અોક્સિજનની માંગમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. હાલમાં દૈનિક 2થી 3 ટન અોક્સિજન વપરાય રહ્યો છે. જે અગાઉ 15 ટન વપરાતો હતો. આમ અોક્સિજનની માંગ ઘટતા તંત્રને રાહત થઈ છે.

જો કે સરકારી ચોપડે માત્ર મેના સપ્તાહમાં ત્રણ મોત નિપજયા
મે માસના પ્રથમ સપ્તાહમાં કોરોનાના કારણે સરકારી ચોપડે માત્ર 3 મોત નિપજયા હતા. આ સમય દરમિયાન નોન કોવિડ આંક 30 હતો. જયારે મેના અંતિમ સપ્તાહમાં સરકારી ચોપડે 3 મોત સાથે નોન કોવિડ માત્ર 10 વ્યકિતના મોત થયા છે.

રસીકરણમાં પણ માત્ર 10 ટકાનો વધારો થયો
મે માસનું છેલ્લુ અઠવાડિયુ કોરોના બાબતે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યુ છે. અગાઉ પહેલા અઠવાડિયા દરમિયા ન22,545 લોકોનું વેક્સીનેશન કરાયુ હતુ. છેલ્લા અઠવાડિયામાં 24334 ના વધારા સાથે 1789 લોકોનું વેક્સીનેશન કરાયુ છે. એટલે વેક્સીનેશનમાં પણ વધારો થતા ક્યાંક રાહતના સમાચાર સામે આ‌વ્યા છે.

અંતિમ સપ્તાહમાં કોરોના ટેસ્ટીંગમાં 30 ટકાનો ઘટાડો
આણંદ જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે.પરંતુ તંત્રેએ 30 ટકા ટેસ્ટીંગ ઘટાડી દીધું છે.તેના કારણે આંકડા ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. મેના પ્રથમ સપ્તાહમાં17227 ટેસ્ટીંગ થયું હતું. 1119 કેસ નોંધાયા હતા.જયારે અંતિમ સપ્તાહમાં 10539 ટેસ્ટીંગ કરાયું 391 પોઝિટીવ કેસ નોંધાયાછે. જ્યારે શંકાસ્પદ પોઝિટીવ કેસોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સેન્ટરોમાં તમામ બેડ ખાલી જોવા મળી રહ્યા છે. તેમ છતાં તંત્ર તમામ સેન્ટરો ચાલુ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...