તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:લોટીયા ભાગોળ બાબાસાહેબની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા દ્વારા સફાઈ નહીં કરાવાતાં કાર્યકરોમાં ભારે રોષ

ડો. બાબાસાહેબ આંબેડકરજીનો આજે 64 માં મહાપરિ નિર્માણ દિવસ હોવા છતાં આણંદ લોટીયા ભાગોળ આવેલી બાબાસાહેબની પ્રતિમા પાસે સાફ સફાઈ કરાવવામાં આવી ન હતી. ત્યારે શહેરની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા પુષ્પ હાર કરવાના વહેલી સવારે બાબા સાહેબની પ્રતિમા પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોઈને કાર્યકરો ચોંકી ઉઠયા હતાં. આ બાબતે પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવી ગંદકી સાફ સફાઈ કરાવવા જણાવ્યુ હતું. આમ છતાં પણ પાલિકા દ્વારા સાફ સફાઈ નહીં કરાવાતાં આખરે સંસ્થાઓના કાર્યકરો દ્વારા પોતાની જાતે સાફ સફાઈ હાથ ધરીને ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આણંદના કિરણભાઇએ જણાવેલ કે લોટીયા ભાગોળ નજીક બાબા સાહેબની પ્રતિમા પાસે સાફ સફાઈ બાબતે પાલિકાના સત્તાધિશોને રજૂઆત કરાઈ હતી. છતાં પાલિકા દ્વારા સફાઈ નહીં હાથ ધરાતાં અમો કાર્યકરોએ જાતે જ સફાઈ હાથ ધરવાની ફરજ પડી હતી. જેમાં રુદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,આઝાદ યુવા મંચ, સ્વરાજ અભિયાન અને ક્ષત્રિય સમાજ સુધારક સમિતિના કાર્યકરો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો