સામાન્ય સભા:ઉમરેઠ પાલિકાની સા.સભામાં શૌચાલય બિલનો મુદ્દો ઉછળ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળ્યા પછીની પ્રથમ સભા

આણંદ જિલ્લાની ઉમરેઠ નગરપાલિકાની મંગળવાર રોજ બોલાવાયેલ સામાન્ય સભામાં ફરીથી શૌચાલયનો મુદ્દો ઉછળ્યો હતો,માત્ર ચાર વિપક્ષી સભ્યોના એન.સી.પીના સભ્ય ભદ્રેશ વ્યાસે લેખિતમાં વિરોધ દર્શાવ્યો હતો,ઉપરાંત કથિત શૌચાલય કાંડ અંગે વર્ષ 2021-22 તથા 2022-23 માં કરાયેલ તમામ ચૂકવણીઓ બાબતે જે તે સભામાં હાજર 22 માંથી 18 સભ્યોએ ગેરરીતિની આશંકાએ વિરોધ કર્યાનો ઉલ્લેખ આજની સામાન્ય સભામાં કર્યો હતો.

તે સાથે ગત સામાન્ય સભામાં રજૂ થયેલ કામોમાં વિરોધ પક્ષે કરેલ વિરોધ તેમજ સૂચનોની નોધ ની પ્રોસિડિંગ ત્રણ માસ વિત્યા પછી પણ મળી નથી તે બાબતે વિપક્ષે સભામાં હોબાળો મચાવ્યો હતો, તે સાથે ગેરરીતી ના ગુનેગારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતાં ઉમરેઠમાં શૌચાલય મામલો હજુ પણ ગરમાગરમ રહેવા પામ્યો છે.

ઉમરેઠ નગર પાલિકાની આજની સામાન્ય સભામાં 12 તેમજ અન્ય સાત મુદ્દા મૂકવામાં આવ્યા હતા,જેમાં મુખ્ય મુદ્દો ફરિ એક વાર શૌચાલયનો ઉછળ્યો હતો.ઉમરેઠ નગરપાલિકા દ્વારા શહેરની અંદાજે ત્રીસ હજારની વસ્તીને સુખાકારી મળી રહે તે હેતુ અંગે મહત્વના નિર્ણયો પાલિકાના ઉપલા મજલે આવેલા હોલમાં લેવાય છે હાલ ઉમરેઠ નગર પાલિકામાં ભાજપ સત્તા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...