તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કુખ્યાત સિદ્ધાર્થને મિત્રોએ જ પતાવી દીધો, સુરત SOGએ બેને ઝડપી પાડ્યા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કારની લેવડ-દેવડમાં જ હત્યા કરી હોવાની કબૂલાત

વિદ્યાનગરના કુખ્યાત સિદ્ધાર્થ રાવની હત્યા કેસમાં સુરત એસઓજી દ્વારા ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને શખ્સ તેના મિત્રો જ હોવાનું ખૂલ્યું છે અને તેમણે ચોંકાવનારી કબુલાત કરતાં જણાવ્યું હતું કે, રૂપિયા 50 હજારમાં ગીરો મૂકેલી તેની કાર પરત ન આપતાં મૃતક સિદ્ધાર્થ રાવે તેમને અપશબ્દ કહ્યા હતા. જેને પગલે અગાઉથી જ પ્રિ પ્લાનિંગ કરીને તેને ઘટનાસ્થળે બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો.

સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે હત્યામાં સંડોવાયેલા નિકુંજ સાંગાણી (રહે. ઓલપાડ, સુરત) અને પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા (ગઢવી) (રહે. અમરોલી, સુરત)ને સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવીને ઝડપી પાડ્યા હતા. હત્યા બાદ બંને શખ્સો તેમના મોપેડ પર ફરાર થઈ ગયા હતા. જે મોપેડ સાથે જ પોલીસે બંનેને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસ સમક્ષ કબુલાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ રાવ અને નિકુંજ ઉર્ફે કાનો બંને મિત્ર છે. ઘટનાનાન આઠેક દિવસ અગાઉ સિદ્ધાર્થની ફોક્સ વેગન કાર તેણે તેના મિત્ર નિકુંજને વાપરવા માટે આપી હતી.

પરંતુ નિકુંજને પૈસાની જરૂર પડતાં તેણે રૂપિયા 50 હજારમાં કાર ગીરો મૂકી હતી. દરમિયાન બીજી તરફ મૃતક દ્વારા તેની પાસેથી પોતાની ગાડી પરત માંગવામાં આવતી હતી. પરંતુ નિકુંજ ઉર્ફે કાનો તેને પરત આપતો નહોતો અને યેનકેન પ્રકારે બ્હાનાં બતાવતો હતો. જેને પગલે સિદ્ધાર્થે તેને ફોન કરીને તેને તેમજ તેના પરિવારજનોને અપશબ્દ કહ્યા હતા. વધુમાં તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવીને પણ અપશબ્દ બોલ્યા હતા.

આ બાબતને લઈને બંને જણાં ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે પહેલેથી જ તેને મોતને ઘાટ ઉતારવાનું પ્લાનિંગ કર્યું હતું. અને તેને 24 માર્ચના રોજ સવારે સરથાણા જકાતનાકા ડ્રીમલેન્ડ બિલ્ડીંગ ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે પોતાની કાર લઈને આવતાં જ પહેલેથી જ ત્યાં ઊભા રહેલાં બંને શખ્સો તેના પર તૂટી પડ્યા હતા અને ચપ્પાના ઉપરા-છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી પોતાના ટુ વ્હીલર પર ફરાર થઈ ગયા હતા.

દોઢ કરોડની લેતી-દેતીમાં સુરતના ચક્કર કાપી રહ્યો હતો
વિદ્યાનગરમાં પોતાનો ખૌફ પેદા કરનારા સિદ્ધાર્થ રાવ વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં પણ તેને રૂપિયા દોઢ કરોડની લેતી-દેતીનો મામલો હતો. જેમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી તે સુરતના ચક્કર કાપી રહ્યો હતો. વધુમાં તે વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ જતો હોય મોટાભાગે સુરતમાં રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો