તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખોટી વાત કરવા મુદ્દેે બે પરિવાર બાખડ્યા, ખંભાતના મોતીપુરા ગામે બનેલી ઘટના

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના મોતીપુરા ગામ સ્થિત વણકરવાસમાં દિપીકાબેન સોલંકી રહે છે. તેમના ઘર પાછળ આવેલા રસ્તા પરથી હસાબેન, મૃગાંગભાઈ ખેતરમાં જતા હતા. ત્યારે હસાબેનને રિપ્કાબેને અપશબ્દ બોલી જણાવ્યું હતું કે, મારી ખોટી વાતો કેમ કરો છો તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. ચંદુભાઈ ચતુરભાઈ સોલંકી તેમજ હિમાંશુભાઈ ચંદુભાઈ સોલંકીએ રિપ્કા તેમજ કમળાબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. વળી, સામા પક્ષે હસાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના સંબંધી પ્રિયંકાબેન તેમના ખેતરમાં જતા હતા. એ સમયે રિપ્કાબેન, દિપીકાબેન અને કમળાબેનના ઘર પાસેથી પસાર થતી વેળાએ રિપ્કાબેને જણાવ્યું હતું કે થાંભલાની જેમ આ લોકોને પણ પાડી દેવાના છે. જેને પગલે ઝઘડો થયો હતો. ખંભાત રૂરલ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...