તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજના:મનો દિવ્‍યાંગતાનું પ્રમાણ 80 ટકાથી ઘટાડી 75 ટકા કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગોનો પેન્શન યોજનામાં સમાવેશ

રાજય સરકાર દ્વારા મનો દિવ્‍યાંગતા ધરાવતા લાભાર્થી માટે પેન્‍શન યોજનાનું ધોરણ જેમાં મનો દિવ્યંગતાનું ધોરણ 80 % થી ઘટાડીને 75 % કરી સુધારો કરવામાં આવ્યો છે. તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય બે દિવ્યાંગતાઓ એટીઝમ અને સેરેબ્રલ પાલ્સી એમ બંને દિવ્યાંગતાનો પણ આ પેન્‍શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.

આમ બૌદ્ધિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા 75% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

આ યોજનાનો લાભ લેવા માટેની અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, Anand નો સંપર્ક કરવાનો રહેશે .

અન્ય સમાચારો પણ છે...