તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:ચરોતરમાં સિઝનનો સૌથી હોટેસ્ટ ડે પારો 38.5 ડિગ્રી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધૂળેટી બાદ પારો 40 ડિગ્રી પહોંચશે

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તેમાંય શનિવારે આણંજ શહેર સહિત સમaગ્ર પંથકમાં 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો.આમ આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારામાં સતત વધારો થઈ રહ્યો છે. અને તેને લઈ ગરમી પણ વધી રહી છે. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 4 દિવસો બાદ આણંદ-ખેડા સહિત સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનાે પારો 21 થી 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સાથે હવામાં ભેજના પ્રમાણમાં ઘટાડો થયો હતો. ભેજનું પ્રમાણ સવારે 57 ટકા તો બપોરે તો માત્ર 32 ટકા જ નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન 2.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. પવનના કારણે ગરમીમાં સાધારણ રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો