તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બીજી લહેર બેકાબુ:હોસ્પિટલમાં બેડ ખાલી નથી, રેમેડેસિવિર મળતા નથી ટેસ્ટ માટે કીટ નથી, આપની સુરક્ષા આપના હાથમાં

આણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ જિલ્લાના 12 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું - Divya Bhaskar
આણંદ જિલ્લાના 12 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું
 • 5 દિવસમાં 120 જ્યારે શંકાસ્પદ કેસનો આંકડો ઘણો મોટો
 • જિલ્લામાં વધુ 25 પોઝિટીવ
 • એકટીવ કેસ 157 છતાં શંકાસ્પદ કેસોથી બેડ ફુલ
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ દવા

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બીજી લહેર જવાળામુખીની જેમ બેકાબુ બની રહી છે. સરકારી ચોપડે 5 દિવસમાં 120 પોઝિટીવ કેસ નોંધાઇ ચુકાયા છે.જયારે ખાનગી લેબોરેટરી અને એચઆરપીટી ટેસ્ટ અને રેપીડ ટેસ્ટમાં પોઝિટીવ આવેલા શંકાસ્પદ કોરોના દર્દીઓથી હોસ્પિટલો બેડ ભરાઇ ગયા છે. તેમજ હાલમાં ટેસ્ટ માટેની પુરતી કીટ નથી. આરપીટીસીઆર ટેસ્ટ માટે પણ વેટીંગ જોવા મળે છે. જયારે રેમેડેસિવિર ઇન્જેકશન પણ નથી. ગામડાઓમાં ફળિયે ફળિયે હોમ આઇસોલેશન દર્દીઓ જોવા મળી રહ્યાં છે.

અત્યાર સુદી 12થી વધુ ગામોમાં શંકાસ્પદ કેસ વધતા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. સાવચેતી નહી રાખતો હોસ્પિટલો સારવાર માટે લાઇનમાં ઉભા રહેવું પડશે,લાઇનમાં ન ઉભું રહેવું હોય તો માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગના નિયમો પાડવાની જરૂર છે.

ઉમરેઠમાં એક જ દિવસમાં એન્ટીજન્સી ટેસ્ટમાં 15 પોઝિટીવઃ ત્રણ શંકાસ્પદના વ્યક્તિના મોત
ગત મે જૂનમાં ખંભાતબાદ ઉમરેઠ કોરોનામાં સૌથી વધુ ઝપેટમાં આવ્યું હતું.તેના પણ આ એપ્રિલમાં ખરાબ સ્થિતી છે.તે વખતે સરકારી તંત્ર તકેદારી રાખતું હતું. હવે તો સામુ જોનાર પણ કોઇ જ નથી.તમારે જીવવું હશે તો જાતે સારવાર કરાવી પડશે તેવી સ્થિતી છે. ઉમરેઠ શહેર અને તાલુકામાં શંકાસ્પદ કેસો ઢગલા છે. સ્થાનિક હોસ્પિટલો ભરપૂર છે. હોમ હાઇસોલેશનમાં મોટીસંખ્યાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

ઉમરેઠ સોમવારે પીએચસી કેન્દ્ર પર 29 વ્યકિતઓના એન્ટીજન્સી ટેસ્ટ કરાયા ત્યારબાદ કીટ ખુટી ગઇ હતી.પરંતુ તેમાંથી 15 પોઝિટીવ નીકળ્યા તે તમામને હોમ આઇસોલેટ કરવા આવ્યા છે.જયારે થામણા વધુ એક વ્યકિત કોરોના શંકાસ્પદ મોત નિપજયું હતું. ઉમરેઠમાં અન્ય બે વ્યકિતના મોત નિપજયા હોવાનું જણવા મળેલ છે.

આણંદ જિલ્લાના 12 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું
આણંદ જિલ્લામાં એક સપ્તાહના ગાળામાં પેટલાદ સોજીત્રા,બોરસદ અને ઉમરેઠ તાલુકાના 12 ગામોમાં શંકાસ્પદ કેસ વધી જતાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બોદાલ, પામોલ, વિરસદ, વટાદરા, પીપળાવ, મલાતજ, કોઠાવી, પણસોરા, લીંગડા, ચાંગા જેસરવા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 43 દર્દીઓ કોરોના સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા
આણંદ જિલ્લામાં એક સપ્તાહની કોરોના દર્દીઓ વધી રહ્યો છે. હાલમાં 150 થી વધુ એકટીવ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં છે. જયારે ખાનગીર હોસ્પિટલો શંકાસ્પદ દર્દીઓથી બેડ ભરેલા છે. દરરોજ શંકાસ્પદ કેસ મોટીસંખ્યામાં આવતાં હોવાથી હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી હોમ આઇલેશન કરવામાં આવે છે. જો કે છેલ્લા 24 કલાકમાં સરકારી હોસ્પિટલમાંથી 43 દર્દીઓ કોરોના માત આપી છે. અત્યાર સુધી જિલ્લા 3015 દર્દીઓ કોરોના માત આપી છે. જયારે 17ના મોત નિપજયા છે. જયારે શંકાસ્પદ મોતનો આંકડો ઘણો મોટો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો