તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:આણંદમાં એક વર્ષ બાદ સૌથી વધુ એક જ દિવસમાં 29 પોઝિટીવ કેસ

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 5 એપ્રિલ 2020માં પ્રથમ કેસ : જાન્યુ.21 સુધીમાં કયારેય 20થી વધુ કેસ મળ્યા ન હતા
 • વિદ્યાનગર 15 દિવસ સુધી ખાણી પીણીની લારીઓ બંધ

આણંદ શહેર સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ દાખવેલી બેદરકારી હાલમાં કોરોના સંક્રમણ અજગરી ભરડો લીધો છે,એપ્રિલના ત્રણ દિવસમાં 70 પોઝિટીવ કેસ નોંધાયા છે. દૈનિક 23 કેસ તો સરકારી ચોપડે નોંધાઇ રહ્યાં છે. આણંદ જિલ્લામાં શનિવારે 29 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેર અને તાલુકામાં 23 પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આણંદ શહેર સહિત જિલ્લામાં શંકાસ્પદ કોરોના સંક્રમણ આંકડો ઘણો મોટો છે. આણંદનાકાસોર ગામે એક વ્યકિતનું કોરોના શંકસ્પદ મોત નિપજયું છે.

વિદ્યાનગર શહેરમાં શંકાસ્પદ કોરોના સંક્રમણ તેજ બન્યું છે. અવાનવાર પોઝિટીવ કેસ મળી રહ્યાં છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા સંક્રમણની ગતિ અટકાવવા માટે શનિવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાનગર શહેરમાં ઉભી રહેતી તમામ ખાણીપીણી લારીઓ આગામી 15 દિવસ સુધી બંધ કરાવવામાં આવી છે. જે અંગે પાલિકા તંત્ર દ્વારા તમામને લારીઓ વાળાઓને સુચના આપી દીધી છે. 4 થી એપ્રિલ થી તેનો અમલ કરવામાં આવશે વિદ્યાનગર પાલિકાના ચીફ ઓફિસર જે.વી.પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં શંકાસ્પદ કોરોના કેસ વધી રહ્યાં છે. સંક્રમણ વિવિધ વિસ્તારો ફેલાય રહ્યું છે.

તેને અટકાવવા માટે શનિવાર મળેલી વિદ્યાનગર નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં ઉભી રહેતી ખાણીપીણી તમામ લારીઓ આગામી 15 દિવસ સુધી બંધ રખાવાનો નિર્ણય લીધો છે.તેના પગલે તમામ લારીઓવાળાને સુચના આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો