ચરોતરમાં સતત વાતાવરણ ઉતરચઢાવ જોવા મળી રહ્યાં છે. મંગળવારે મહતમતાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધયો છે.જયારે હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસો તાપમાન 2 ડિગ્રીનો વધારો નોંધાવવાની સંભાવનાછે. હાલમાં પવનની ગતિ ઘટી જતાં રાત્રે પણ ગરમીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે.
આણંદ કૃષિ હવામાન વિભાગમાં મંગળવારે નોંધાયેલા તાપમાન પર નજર કરવામાંઆવે તો મહતમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.05 ડિગ્રી નોંધાયું છે. જયારે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું છે. પવનની ગતિ 2.09 કિમીની પ્રતિકલાક નોંધાઇ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવનાછે.ત્યારબાદ તાપમાનનો પારો 2 થી3 ડિગ્રી ઉચકાવવાની સંભાવના છે.
ગરમીને કારણે ફુલોપાકને અસર ના થાય તે માટે પાણીનો છંટકાવ કરવા જણાવ્યું છે. શાકભાજી અને કેળ પાકને નિયત સમયે પૂરતા પ્રમાણમાં પાણી આપવા અને કાળજી લેવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.