તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:તારાપુરના ઉંટવાડાના યુવકની અર્ધનગ્ન લાશ ખેતરમાંથી મળી, સામાન્ય બોલાચાલીમાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

આણંદ3 મહિનો પહેલા
  • હત્યાનું કારણ જાણવા પોલીસે આરોપી મિત્રની અટકાયત કરવા ચક્રોગતિમાન કર્યા
  • રાત્રીના 12 વાગે ખેતરમાં કેમ ગયા હતા? પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો

તારાપુર તાલુકામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાને લઈ ચકચાર મચી છે. તારાપુર તાલુકાના ઉંટવાડા ગામે રહેતા 27 વર્ષીય યુવકને તેના જ મિત્રે ગળે ગાળિયો નાખી હત્યા કરી હતી. શનિવારની મોડી રાત્રે મિત્ર સાથે આદરૂજ ગામના ખેતરમાં અંબાના ઝાડ પાસે ભેગા થયા બાદ કોઇ બાબતે ઝઘડો થતાં મિત્રએ ગળુ દબાવી યુવકને મોતને ઘાટ ઉતારી ત્યાં જ ઝાડી ઝાંખરમાં અર્ધનગ્ન લાશ છુપાવી ભાગી ગયો હતો. આ બાબતે આદરૂજ ગામના રહીશે યુવકના પિતાને જાણ કરતાં મામલો તારાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.

તારાપુરના ઉંટવાડા ગામે રહેતા અંબુભાઈ મંગળભાઈનો પુત્ર ભાનુ ઉર્ફે ભલો અંબુભાઈ (ઉ.વ.27) સાથે રહેતા હતા, પરંતુ મૃતક ભાનું રાત્રિના જમી પરવારી બીજા જૂના ઇન્દીરા કોલોનીમાં આવેલા મકાનમાં સુવા જતો રહેતો હતો. શનિવાર રાત્રે પણ ભાનુ જમી પરવારી ઇન્દીરા કોલોનીમાં આવેલા જુના મકાનમાં સુવા જતો રહ્યો હતો. દરમિયાનમાં રવિવાર સવારે ભાનુ ઘરે પરત આવ્યો ન હોવાથી પરિવારજનો ચિંતિત બની ગયાં હતાં.

આ દરમિયાન પિતા ભાનુને જૂના ઘરે બોલાવવા ગયા હતા, પરંતુ તે હાજર ન હોવાથી ચિંતા વધી ગઈ હતી. જે દરમિયાન આદરૂજ ગામના પ્રતાપસંગ વાઘેલા અચાનક અંબુભાઈના ઘરે આવ્યાં હતાં અને તેમના દિકરાની હત્યા કાળુ મણીભાઈ (રહે. પરીએજ, તા. માતર)એ કરી હોવાની કરી હોવાની જાણકારી આપી હતી. મૃતક ભાનુની લાશ જગદીશભાઈના ખેતરમાં પડેલી છે તેમ પણ જણાવ્યું હતું.

દીકરાની હત્યાની વાતથી હતપ્રત થઈ ગયેલ પિતા અંબુભાઈ તેના નાના દિકરા ભાઈલાલ સાથે જગદીશભાઈના ખેતરમાં ગયાં હતાં અને ત્યાં જઇ જોયું તો ભાનુની લાશ ખેતરમાં આવેલા આંબા નીચે ઝરડા નીચે ઢાંકી દીધેલી હતી. જેથી ઝરડા હટાવી જોતા ભાનુની લાશ અર્ધનગ્ન હાલતમાં પડેલી મળી હતી. વધુ નજીકથી જોતા ભાનુના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાન હતાં તથા ડાબા પડખે લાલ ચકામા પડી ગયેલા હતા.

પ્રતાપસંગના જણાવ્યા મુજબ કાળુ મણીભાઈએ ઘરેથી ભાનુને આદરૂજ ગામની સીમમાં લઇ જઇ ઝઘડો કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ આધારે તારાપુર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કાળુ મણીભાઈ (રહે.પરિએજ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતાપસંગ પાસે આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી

આદરુજ ગામના પ્રતાપસંગ વાઘેલાએ ઉંટવાડા ગામે આવી અંબુભાઈને જણાવ્યું હતું કે, સવારના આઠેક વાગે હું મારા ઘરે હાજર હતો. તે વખતે મારા ખેતરમાં કામ કરતા કાળુ મણી (રહે.પરિએજ)એ મારી પાસે આવેલો અને મને જણાવેલું કે, ગઇરાત્રીના બારેક વાગે આદરૂજ સીમમાં જગદીશ બાબુભાઈ સોલંકી ખેતરમાં હું તથા ભાનુ ઉર્ફે ભલો (રહે. ઉંટવાડા) ગયેલા હતા અને આંબાના ઝાડ નીચે બેઠેલા ત્યાં આગળ અમે બન્ને વચ્ચે ઝઘડો થતાં મારાથી ભાનુનું મોત થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...