દાદાગીરી:ખંભાતમાં દબાણકારોની દાદાગીરી, બે ઈસમોએ કોન્સ્ટેબલને ધમકાવ્યો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાહેર ન્યુસન્સ ઉભું કરતા તત્વો સામે કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી

ખંભાત શહેરમાં જાહેરમાર્ગો અને સ્થળો ઉપર લારી ગલ્લા વાળા ગોઠવાઈ ગયા છે. રાહદારીઓ અને વાહનચાલકોને અડચણરૂપ બનતા આ દબાણકારો વિરુદ્ધ પાલિકાતંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી. વળી દિવસે દિવસે આ તત્વોની દાદાગીરી પણ વધી રહી છે. ખંભાત શહેરની એમટી હાઈસ્કૂલ પાસે આમલેટની લારી ચલાવતા શખ્સ સહિત બે વ્યક્તિઓએ મોડી રાત સુધી લારી ખુલ્લી રાખી હતી. જે સંદર્ભે ફરજ પરની પોલીસે બંધ કરવાનું કહેતા તેમને ધમકાવ્યાં હતાં. આ અંગે પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.

ખંભાત શહેરમાં દબાણકારો માથાભારે બની રહ્યા છે. આમલેટની લારીવાળા ઈસમે કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પાલિકા અને પોલીસ તંત્ર કડકાઈ કરી આવા જાહેર ન્યુસન્સ ઉભું કરતા તત્વો સામે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉભી થઇ છે.

ખંભાત શહેરની એમટી હાઈસ્કૂલ પાસે આવેલી આમલેટની લારી મોડી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી હતી. આથી, પેટ્રોલિંગ દરમિયાન નીકળેલા હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્તભાઈ મનુભાઈએ લારી બંધ કરવા જણાવ્યું હતું. જોકે, ચાલી ચલાવતો વસીમ હનીફ મલેક (રહે.અકબરપુર ખંભાત) અને સેફાન મો.હનીફ મલેક (રહે. અકબરપુર, ખંભાત)એ ઉશ્કેરાઇ ગમે તેમ બોલ્યાં હતાં. આથી, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્તભાઈએ બન્ને સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...