• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Government Provides Free Vaccines But Some People Do Not Take Them. 4.23 Lakh People In Anand District Have Not Taken The Second Dose.

કોરોના રસીકરણ:સરકાર મફતમાં રસી આપે છે પણ અમુક લોકોને લેવી નથી ,આણંદ જિલ્લામાં 4.23 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રસી મૂકાવા પાત્ર 18 લાખમાંથી 14.97 લાખ લોકોએ પ્રથમ ડોઝ મૂકાવ્યો, 10.74 લાખે બંને ડોઝ લીધા

આણંદ જિલ્લામાં 15મી જાન્યુઆરી 2021થી વેક્સિનની કામગીરી ચાલુ થઇ હતી. છેલ્લા 10 મહિનામાં જિલ્લામાં વેક્સિન માટે લાયક એવા 18 લાખ લોકોમાંથી 14.97 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોમાંથી 4.23 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. જેમાંથી 2.80 લાખ લોકો 81 દિવસનો સમય પૂર્ણ થઇ ગયા બાદ પણ બીજો ડોઝ લેવામાં માટે આવ્યા નથી. જેથી આરોગ્ય વિભાગ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ ડોઝ લીધો હોય પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોનો સંપર્ક કરી તેમને વેક્સિનેટ કરવા માટે કટિબધ્ધ બન્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી એમ. ટી. છારીએ જણાવ્યું છે.

આણંદ જિલ્લામાં 10 માસથી જિલ્લાના 225 કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તે માટે 3 હજારથી વધુનો આરોગ્ય સહિતનો સ્ટાફ સેવા આપી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 14,97,714 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 10,74,333 લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. િચંતાની વાત એ છે કે હજુ પણ પ્રથમ ડોઝ લેનાર લોકોમાંથી 4,23,381 લોકોએ બીજો ડોઝ લીધો નથી. દિવાળી બાદ રાજયમાં પુન : કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોને રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે રસીકરણ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા કવાયત હાથ ધરી છે. ખાસ કરીને જેમણે બીજો ડોઝ નથી લીધો તેમનો સંપર્ક કરી રસીના બંને ડોઝ કમ્પલીટ કરવા સમજાવાય છે.

આરોગ્ય દ્વારા 210 કેન્દ્ર પર વેક્સિનનો બીજો ડોઝ અપાય છે
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત 15મી જાન્યુઆરીના રોજ વેક્સિન કામગીરી હાથધરવામાં આવી હતી. 10 માસ દરમિયાન 14 લાખ ઉપરાંત લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સીએચસી કેન્દ્ર સહિત 210 કેન્દ્ર પર વેક્સિન મુકવામાં આવે છે.હાલ મોટાભાગના કેન્દ્ર પર વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.તેમજ પીએચસી કેન્દ્રના સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવોનો 81 દિવસ પુરા થવા છતાં બીજો ડોઝ લીધો નથી.

આણંદ જિલ્લામાં તાલુકા દીઠ થયેલું રસીકરણ

તાલુકોપ્રથમડોઝબીજોડોઝ
આણંદ4,41,6123,38,340
આંકલાવ12193691036
બોરસદ240200183300
ખંભાત186018126018
તારાપુર5906143800
પેટલાદ243978165238
સોજીત્રા6400933001
ઉમરેઠ14090094700
કુલ14977141074 333

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...