આયુષ્યમાન કાર્ડ યોજના:આયુષ્યમાન કાર્ડનો 22 હજારે લાભ લીધો સરકારે 40.57 કરોડ સારવારના ચૂકવ્યાં

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 76 હજારથી વધુ પરિવારનો આવરી લેવાયા

આયુષ્યમાન કાર્ડ યોજના આણંદ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્શીવાદ સમાન પુરવાર થઇ છે. જિલ્લામાં અત્યાર સુધી 76 હજારથી વધુ પરિવારનો આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લઇને 336366 લોકોના આયુષ્યમાન કાર્ડ પુરા પાડવામાં આવ્યા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના આયુષ્યમાન કાર્ડ માટે જિલ્લા પંચાયતના રૂમ નં 14માં અલગ કચેરી ઉભી કરવામાં આવી છે. જેનોલાભ મોટીસંખ્યામાં લોકો લઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 3.36 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. તેમ અત્યાર સુધીમાં 21953 દર્દીઓ આયુષ્યમાન કાર્ડનો જુદી જુદી હોસ્પિટલમાં ઉપયોગ કર્યો છે.જેના થકી 90 ટકા લોકોને સમયસર સારવાર મળી જતાં નવ જીવન મળ્યું છે. આણંદ જિલ્લામાં 20 વધુ હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ સેવાઓ ઉપલબ્ધ છે.અત્યાર સુધીમાં આયુષ્માનકાર્ડ ધારકોને રૂા 405735174 સારવાર આપવામાં આવી છે.જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે.

પંચાયતોમાં ઇ-સેવાના માધ્યમથી કાર્ડ ઉપલબ્ધ
રાજય સરકારે દરેક સામાન્ય વ્યકિતને આયુષ્યમાન કાર્ડ સરળતા મળી રહે તે માટે ગ્રામ પંચાયતોમાં ઇ સેવા સેતુના માધ્યમથી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે તે ગામના તલાટી કમ મંત્રી મદદરૂપ બનશે.

કાર્ડ હેઠળ કેવા પ્રકારની સેવા ઉપલબ્ધ રહેશે
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પા વધારવામાં આવ્યો છે. રૂા 5 લાખ સુધીના સારવાર મફત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...