બોરસદ તાલુકાના ભાદરણ ગામે રહેતી એક યુવતી એ છ વર્ષ પહેલા ખંભાત તાલુકાના માલુ ગામે રહેતા પોતાના સમાજના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડાં સમય બાદ પતિ સાસુ અને સસરાએ દિકરા સાથે યુવતને ઘરેથી કાઢી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ ખંભાત પોલીસ મથકે તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાદરણ શૈલેષ નગર બાપા સીતારામની મઢુલી સામે રહેતા મીનાક્ષીબેને 2016માં ખંભાત તાલુકાના માલુ ગામે રહેતા જયેશ કનુ રોહિત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને એક દીકરો પણ છે.
સાસુ-સસરા અને પતિએ તને જમવાનું બનાવતા આવડતું નથી, તારા માતા-પિતાએ તને કંઈ શીખવાડ્યું નથી, એમ કહી નાની નાની બાબતોમાં વાંક કાઢી ત્રાસ ગુજારતા હતાં. પતિ મારઝુડ પણ કરતો હતો. ગત તા.23 જુલાઇના રોજ મીનાક્ષીબેન ચા બનાવી રહ્યા હતા તે સમયે તેમના પતિના ફોનની રીંગ વાગતા તેમણે ફોન ઉપાડ્યો હતો. સામે કોઈ છોકરી બોલતી હતી એટલે જયેશે ફોન તેના હાથમાથી લઇ કટ કરી દીધો. ત્યારબાદ તારે મારો ફોન ઉપાડવાનું નહીં તેમ કહી અપશબ્દો બોલી લાફા મારી દીધા હતા.
સાસુ-સસરાએ પણ ત્યા હાજર રહી કાઢી મૂકવા અંગે ઉશ્કેરણી કરી હતી. એટલે તેના પતિએ કહ્યું કે જો તું અહીયા રહીશ તો તને જીવતી નહી છોડુ અને પિયર ચાલ્યા જવા ધમકી આપી હતી. આમ દીકરા સાથે તેને કાઢી મુકતા યુવતીએ પતિ સહિત સાસુ- સસરા વિરૂદ્ધ ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પ્રેમ લગ્ન કરનાર યુવતીઓને ક્યારેક ભારે પડતું હોય છે. અન્ય જ્ઞાતિના હોવાથી મનમેળ બેસતો ન હોવાને કારણે છૂટાછેડાનો વખત આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.