એનઆરઆઈનું હબ એવા સારસા ગામના વિકાસ માટે એનઆરઆઈ દાતાઓએ દાનની ધારા વહેતી કરી હોય તેમ રૂપિયા 30 લાખનું માતબર રકમનું દાન કર્યુ હતું.ત્યારે એનઆરઆઈ દાતાની સખાવતથી ખરીદવામાં આવેલા સાધનોનું લોકાર્પણ અને દાતા પરિવારનું સમ્માન સમારંભ સારસા ગ્રામ પંચાયત ખાતે યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે સારસા ગામને સ્વચ્છતા અને વિકાસમાં પ઼થમ ક્રમાંકે પહોંચાડવા તમામ રીતે મદદરૂપ થવા ઉપસ્થિત નાગરિકોએ સંકલ્પ કર્યો હતો.આ પસંગે સારસા ગામમાં લાઈબ્રેરીના નવીનીકરણ માટે પણ મોટું આયોજન હાથ ધરાયુ હતું.
આ અંગે સારસા ગામના સરપંચ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, સારસા ગ્રામ પંચાયતના વિકાસમાં એનઆરઆઈ ગ્રામજનોનો મોટો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. પાણી, સ્વચ્છતા બાબતે શૈલેષભાઈ પટેલ દાતા પરિવાર દ્વારા 30 લાખ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું છે. જેમાંથી ગ્રામપંચાયત દ્વારા 5 લાખના સેનિટેશનના સાધનો વસાવવામાં આવ્યા છે. સારસાના એનઆરઆઈ દાતા શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું 35 વર્ષથી અમેરિકા રહું છે.
પરંતુ પ્રતિવર્ષ સારસા આવું છું.ત્યારે સારસા ગામના સરપંચ કિરીટભાઈ પટેલ દ્વારા ગામમાં સ્વચ્છતા બાબતે ખાસ ચોક્કસાઈ દાખવવામાં આવે છે તે ધ્યાને આવ્યું હતું. પરંતુ સારસા ગ્રામ પંચાયત ગૃહમાં સેનિટેશન સાધનોની અપૂરતી ઉપલબ્ધી હોઈ તે જરૂરિયાત અંગેની રજૂઆત મળતા જ અમે પાંચ લાખના સેનિટેશન સાધનની સહાય કરી છે .અને 25 લાખની રકમ પાણીની ટાંકીના નવીનીકરણ માટે અર્પિત કરી છે. આગામી સમયમાં પણ જ્યારે જે જરૂરિયાત હશે તો હરહંમેશ મદદરૂપ રહીશું તેમ તેમણે જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.