બોરસદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષભાઈ પટેલે બોરસદ વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માટે આજે સોમવારનો દિવસ નિશ્ચિત કર્યો હતો. પરંત તેઓ પાસે ઉમેદવારી પત્ર ભરવા અંગે સચોટ માહિતી કે યોગ્ય સલાહસૂચન માર્ગદર્શન ન મળવાને કારણે આજનો દિવસ તેઓ માટે નિર્થક રહ્યો હતો.
છેલ્લા ત્રણેક દિવસથી ઉમેદવારી પત્ર ભરવા સહિતની કામગીરી માટે દોડધામ શરૂ કરી હતી. પરંતુ ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેનું આજનો સમય પણ પૂર્ણ થઈ ગયો હતો જેથી તેઓએ આવતીકાલે સંપૂર્ણ તૈયારી સાથે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરનાર હોવાનું જાણવા મળેલ છે. ઉમેદવારી પત્રો મામલતદાર કચેરીમાં સવારે 11 કલાકથી બપોરના 3 કલાક સુધી જ સ્વીકારાય છે
ચરોતરની 7 બેઠક પર 17 ઉમેદવારી પત્રો ભરાયા
સોમવારે માતર વિધાનસબામાં-1, નડિયાદમાં-2, મહેમદાવાદમાં-3, ઠાસરામાં-5 અને કપડવંજમાં-4 મળીને કુવ 15 ફોર્મ ભરાયા છે. જ્યારે આણંદમાં ઉમરેઠમાં-1 અને બોરસદમાં-1 ઉમેદવારી પત્ર ભરાયું છે. મંગળવારે કોંગ્રેસ ભાજપ સહિતના રાજકીય પક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરશે જેની તૈયારીઓ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.