• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Five decade old CHC In Sojitra Has Not Even Crossed The Government Book! Confused To Do Features Including Firesafety

કાઉન્સિલરની રજૂઆત:સોજિત્રામાં પાંચ દાયકા જુની સીએચસી સરકારી ચોપડે ચડી જ નથી ! ,ફાયરસેફટી સહિતની સુવિધાઓ કરવા અસમંજસ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના કાઉન્સીલર દ્વારા મામલતદાર, સીટી સર્વે, જમીન માપણી સહિત વિભાગોમાં તપાસ કરવા છતાં નકલ ન મળી

સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને સ્થાનિક કોર્પોરેટરની જાગરૂકતાને વિવાદ ઉભો થયો છે. અહીં 50 વર્ષથી વધુ જુના સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે પાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સર્ટીફિકેટ આપવા સહિતના મુદ્દા ઉઠ્યાં છે. આ અંગે કાઉન્સીલરે કલેક્ટરમાં રજુઆત કરી સમસ્યાનો નિકાલ કરવા માગણી કરી હતી.

સોજિત્રા પાલિકાના કાઉન્સીલર દુષ્યંત ભટ્ટે જણાવ્યું હતું કે, સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્રની જગ્યા સરકાર દ્વારા નીમ થયેલ હતી. હાલ આ જમીન પર સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે પાંચ દાયકાથી પણ વધુ જુનુ છે. જોકે તેની 7/12ની કે સીટી સર્વેની નકલો નિકળતી નથી. આ બાબતે મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં 7/12ના રેકર્ડ પર આ જમીનની નકલો નીકળતી નથી.

મહત્વનું છે કે જે તે વખતે આ જમીન સામુહિક આરોગ્ય ખાતાને નીમ થયેલી હતી. તેની દુરસ્તીની અસર 7/12ની અંદર આવેલી નથી. આ અંગે ડીએલઆરમાં તપાસ કરતા તે કચેરીમાં પણ આ જમીનના કાગળો મળ્યાં નથી તેમ જણાવ્યું હતું. સોજિત્રા શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ બાબતે તપાસ કરતા તે પણ જમીનનો રેકર્ડ ઉપલબ્ધ નથી.

તેઓએ વધુમાં આ અંગે કલેક્ટરને રજુઆત કરી સરકારના સામુહિક આરોગ્ય કેન્દ્રના 7/12નું પાનયુ નવું ઓપન કરવાનું થાય છે. તો સંપૂર્ણ જમીન ડીએલઆર દ્વારા માપણી કરાવવી જોઈએ. આવો જ પ્રશ્ન મહિ કેનાલ કચેરીનો ઉપસ્થિત થયેલો હતો અને તેનો પણ નવિન 7/12નો રેકર્ડ પણ આવી ગયો છે. સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવું 7/12નું પાનયું ઓપન કરવા માટે આ અરજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...