તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાઝમા ડોનેટ:આણંદમાં પ્લાઝમા ડોનેટનો પ્રથમ કેમ્પ યોજાયો, સાંસદ મિતેષ પટેલ સહિત 50 વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાંસદ મિતેષભાઈ પટેલે વડોદ પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ના કેમ્પમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું - Divya Bhaskar
સાંસદ મિતેષભાઈ પટેલે વડોદ પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ના કેમ્પમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું
 • વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ઝૂબેર ઠાકોરે પ્લાઝમા ડોનેટની ઝુંબેશ હાથ ધરી
 • ડો.ઝૂબેર ઠાકોર કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા સમજાવે છે

આણંદ કોરોના સંક્રમણથી હાહાકાર મચ્યો છે. નાગરિકો અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને ભય વ્યાપ્યો છે. દેશ અને દુનિયા ઓક્સિજન, રેમડિસિવિર ઇન્જેક્શન, વેકિસનેશન અને વેન્ટીલેટરની વ્યવસ્થામાં લાગી છે. ત્યારે વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ઝૂબેર ઠાકોરે એક અલગ જ ઝુંબેશ હાથ ધરી છે. તેઓ કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા સમજાવે છે. તેમના આ પ્રયત્નોથી આણંદ જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનેશન કેમ્પ સંભવ બન્યો છે.

ડો.ઝૂબેર ઠાકોરના જણાવ્યા મુજબ, તેમના દ્વારા બીજી મે 2021ના રોજ યોજાયેલા આ કેમ્પ માટે છેલ્લા સપ્તાહમાં 700 જેટલા વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી 103 વ્યક્તિઓએ પ્લાઝમાની મહત્વતા સમજી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે આજે કેમ્પમાં 50 યુનિટ રક્ત એકત્ર થયું છે.

મહત્વનું છે કે, પ્લાઝમા સ્ટોરેજની પરવાનગી આણંદ જિલ્લામાં એક માત્ર કરમસદ હોસ્પિટલમાં જ છે. જેથી આ તમામ રક્ત યુનિટ કરમસદ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં રક્તમાંથી પ્લાઝમા અલગ કરી કોરોના સંક્રમણથી ગંભીર પરિસ્થિતિમાં પીડાતા દર્દીને આપવામાં આવશે. આણંદ સાંસદ મિતેષ પટેલ, પ્રદ્યુમન છાસટીયા, તેમજ સી.સી.ઓ અરુણ રોહિત સહિત 50 વ્યક્તિઓએ આ કેમ્પમાં રક્તદાન કર્યું હતું. આ અંગે સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, તેઓ અહીં કેમ્પમાં વિઝીટમાં આવ્યા હતા. ડો.ઝૂબેર ઠાકોરે પ્લાઝમા વિશે સમજણ આપતા તેઓ દ્વારા પણ પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે.

પ્લાઝમા શુ છે ?

માનવીનું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે.

કોણ ડોનેટ કરી શકે ?

ડો.ઝૂબેર ઠાકોરે આ અંગે જણાવ્યું કે, જે કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થયા બાદ તેના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે એટલે તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે. અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી ચાર લોકોની સારવાર થઈ શકે છે. કોરોના નેગેટિવ આવ્યાના 28 દિવસથી ત્રણ મહિના સુધીમાં પ્લાઝ્મા ડોનેટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો