તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જંગનો આરંભ:આણંદ નગરપાલિકામાં ભાજપને પ્રથમ સત્તાનું સિંહાસન અપાવનારે પ્રથમ અપક્ષ ઉમેદવારી નોંધાવી

આણંદ23 દિવસ પહેલા
 • અપક્ષ ઉમેદવારે ફાઈટ ફોર રાઈટ અને રાઈટ ફોર ફાઈટના સૂત્ર સાથે ભાજપ નેતાગીરીની પડકાર ફેંક્યો છે

આણંદ નગરપાલિકામાં ઉમેદવારી નોંધવાના શ્રી ગણેશ થયા છે. આજે આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર -13ના અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી આણંદમાં સત્તા પરિવર્તનની આશા વ્યક્ત કરતા તેઓએ અપક્ષોની સત્તા આવશેની મક્કમતા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે કોઈ જ રાજકીય પક્ષની ઉમેદવાર હજુ જાહેર થયો ન હોઈ અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગના શ્રી ગણેશ કરી દીધા છે. આણંદ નગરપાલિકામાં ભાજપને સત્તાના સિંહાસને બેસાડનાર આગેવાને હાલ ભાજપ વિરૂધ્ધ જંગનું એલાન કરી રહ્યા છે. ફાઈટ ફોર રાઈટ અને રાઈટ ફોર ફાઈટના સૂત્ર સાથે ભાજપ નેતાગીરીની પડકાર ફેંક્યો છે.

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની નોંધણીના બીજા દિવસે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગના શ્રી ગણેશ કર્યા છે. આણંદ નગરપાલિકામાં ભાજપને સત્તા સ્થાને બેસાડનાર પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાજકીય આગેવાન બીપીનભાઈ પટેલે(વકીલ) વોર્ડ નંબર-13માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય મોહોલ ગરમાયો છે. બપોરે 1 કલાકની આસપાસ આણંદ 80 ફુટ રોડ ઉપર આવેલ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે બીપીનભાઈ પટેલ (વકીલ) પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવાર બીપીનભાઈ પટેલ(વકીલ)એ આણંદ નગરપાલિકા ચૂંટણી અધિકારી જે.સી.દલાલે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ફોર્મ સ્વીકાર્યું હતું.

બીજી તરફ કોઈ જ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા ન હોઈ પાર્ટી આગેવાનો અને સમર્થકોમાં ચૂંટણી કાઉન્ટડાઉનની ઉત્તેજના પ્રસરેલી જણાઈ રહી છે.મહત્વનું છે કે મુખ્ય રાજકીય પક્ષોના આગેવાન કાર્યકરોમાં કેટલાક ઉમેદવારી ફોર્મ લઈ ગયા હોઈ પક્ષીય રાજકારણમાં આંતરિક હૂંસાતુંસીનો માહોલ સર્જાયો છે. આપ પાર્ટી દ્વારા પણ પાલિકા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચોકસાઈની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોવાના અહેવાલ છે. તેઓ દ્વારા બુધવારના રોજ એક સાથે ફોર્મ નોંધાવવા પહોંચશેની માહિતી મળી રહી છે. અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને અગ્રણી રાજકીય આગેવાન બિપિનભાઈ પટેલ (વકીલ)આણંદમાં સત્તા પરિવર્તનની આશા વ્યક્ત કરતા તેઓએ અપક્ષોની સત્તા આવશેની મક્કમતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો