સ્નેહમિલન:પેટલાદમાં ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન પત્ર અને સાલ આપી સન્માન કરાયું

આણંદ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ સુર્યા ઇન્ટરનેશનલ સ્કૂલ પેટલાદના પટાંગણમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન ઠાકોર સમાજના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન પત્ર અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

સરકારી નોકરીમાં નવનિયુક્ત યુવક યુવતીઓને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ જેમનાં સંતાનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલ છે તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમઢીયાળા સ્વામીનારાયણ ગુરુકુળના સંત શ્રી પૂજ્ય નિર્મલ સ્વામીજીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સમાજના ઉત્થાન માટે જાગૃતતા રાખી કાર્ય કરવું જોઈએ. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ધર્મેન્દ્રભાઈ રાઠોડ દ્વારા સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ વધે અને યુવક-યુવતીઓ સરકારી નોકરીઓ મેળવવા પ્રત્યે જાગૃત બની ખૂબ મહેનત કરી સામાજિક પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

કાર્યક્રમ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન રમણભાઈ સોલંકી, મગનભાઈ ઠાકોર, જશુભા ઠાકોર, ભાઈલાલભાઈ ઠાકોર, મુકેશભાઈ પાટણવાડીયા, અશોકભાઈ ઠાકોર મયુરભાઈ ઠાકોર, ગોવિંદભાઈ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, શંકરભાઈ ઠાકોર ધર્મેશભાઈ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોએ ખુબ ઉઠાવી હતી. કાર્યક્રમના મુખ્ય કન્વીનર કાંતિભાઈ ઠાકોરે કાર્યક્રમની રૂપરેખા અને ભાવિ એજન્ડા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ સંચાલન કનુભાઈ ઠાકોર અને મનુભાઈ ઠાકોર દ્વારા કરાયું હતું કાર્યક્રમના અંતે કન્વીનર સુરેશભાઈ ઠાકોરે આભારવિધિ કરી હતી રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સંપન્ન ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...