શાળાઓમાં આજથી રસીકરણનું મહાઅભિયાન:1.08 લાખથી વધુ બાળકોને પ્રથમ, 28 દિવસ પછી બીજો ડોઝ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 350 શાળાના 84437 બાળકોને આવરી લેવાશે, અભ્યાસ ના કરતા બાળકોને પણ વેક્સિન અપાશે

આણંદ જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેની વચ્ચે આવતીકાલે સોમવારથી જિલ્લાની શાળાઓમાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાની શાળામાં અભ્યાસ કરતાં 84 હજારથી વધુ બાળકોને રસી મૂકવાનો ટારગેટ નક્કી કરાયો છે. આ માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. આગામી 7 જાન્યુઆરી સુધી તમામ બાળકોને વેક્સિનેટ કરવાની ગણતરી છે. જયારે શાળાએ અભ્યાસ કરવા ન જતાં 15 થી 18 વર્ષના 25405 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે સરકાર કટિબધ્ધ બની છે. સરકાર દ્વારા દેશના 15 થી 18 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી મુકવા માટેનું આયોજન કર્યું છે. તા 3. જાન્યુઆરીથી દરેક તાલુકાની શાળામાં બાળકોને રસી મુકવામાં આવશે. સરકારે બાળકોને ઝડપથી રસી મુકી શકાય તે માટે શિક્ષણ વિભાગને સાથે લઇને શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સંખ્યા મેળવી તે મુજબ રસી મુકવા માટેનું આયોજન કરાયું છે.

તમામ બાળકોને રસી મળે તે માટે જિલ્લાના આચાર્યોની એક મીટીંગ શિક્ષણાધિકારીની સૂચના મુજબ રાખવામાં આવી હતી. જેમાં શાળાઓ દ્વારા તેમની શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા અને યાદી રજૂ કરવામાં આવી હતી. જિલ્લાની 350 શાળાઓમાં 15 થી 18 વર્ષ વચ્ચેના 84437 બાળકોનો સમાવેશ થાય છે.

કોવેક્સિન આપવા વાલીની સંમતિની જરૂર નથી સ્કૂલમાં જ વેક્સિન અપાશે
આણંદ જિલ્લાની 350 શાળામાં જ વેક્સિન અપાશે. બાળકોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 28 દિવસ પછી બીજો ડોઝ અપાશે. રસી મુકવા માટે વાલીની સંમતિની કોઇ જરૂર નથી. જો કે વાલી હાજર રહે તો સારૂં.> ડો. એમ.ટી. છારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ

દરેક શાળામાં રસીકરણની કામગીરી

  • રસીકરણની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા જે તે શાળામાં સવારે 8 કલાકથી શરૂ કરાશે.
  • આ કામગીરી માટે મળેલી સુચના મુજબ શાળાના ત્રણ વર્ગખંડ સોમવારના રોજ સવારે 8 કલાકથી રસીકરણની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ફાળવી આપવાના રહેશે.
  • આ બાબતે વિદ્યાર્થી પાસે અન્ય કોઇ પુરાવા ન હોય તો શાળા દ્વારા આપાયેલું ઓળખકાર્ડ પણ માન્ય રખાશે. તથા કોઇ વિદ્યાર્થીના વાલી પાસે મોબાઇલ ન હોય તો શાળાના કોઇ પણ શિક્ષકની વિગતના આધારે આ કામગીરી પૂર્ણ કરાશે.
  • શાળા બહારથી 15 થી18 વર્ષના વયજૂથના કોઇ પણ બાળક મળી આવે તો એવા બાળકને પણ આ કાર્યક્રમમાં આવરી લેવાશે.

15 થી 18 વર્ષના બાળકોની સંખ્યા

તાલુકોધો.9ધો.10ધો.11ધો.12કુલ
આણંદ870488576952521829731
આંકલાવ1904197011498795902
બોરસદ483850673153251715575
ખંભાત330233592399164410704
પેટલાદ326331182236152010137
સોજીત્રા9388215583162633
તારાપુર7878245024652578
ઉમરેઠ2411239714429277177
કુલ2614726413183911348684437

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...