તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:કોરોના મહામારીમાં વિદ્યાનગર સ્મશાનની સગડી મરી પરવારી, પાલિકા દ્વારા રૂ.12.5 લાખના ખર્ચે નવી મુકાશે

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સતત સળગતી ચિતાઓના કારણે 15 વર્ષનું આયુષ્ય ધરાવતી ગેસ સગડી બદલવી પડી

આણંદ જિલ્લામાં કોરોના મહામારીની ભયાનકતા દાઝ લગાડી રહી છે. સ્મશાનના આંકડા અને અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિ માનવીયતાને ઝાંઝોળી રહી છે. એક અંદાજ મુજબ દરરોજ સરેરાશ આઠથી દસ જેટલા કોરોના શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર આણંદ, વિદ્યાનગરના સ્મશાનમાં કરવામાં આવે છે.

મહત્વનું છે કે સતત ભળભડતી ચિંતાગ્નિને કારણે આણંદના સ્મશાનની સગડી બગડી ગઈ હતી. જે નવી નાંખવી પડી છે. હવે વિદ્યાનગરમાં પણ સતત ચિતાઓ સળગવાના કારણે સગડી બગડી ગઈ છે. જેને પાલિકા દ્વારા 12.5 લાખના ખર્ચે નવી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદમાં સગડી ઓગળી જતાં મોટું નુકશાન થયું

આણંદ શહેરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર સ્થિતિના દર્દીઓમાં જીવ ગુમાવવાનો સિલસિલો પણ વધ્યો હોઈ ચાલુ મહિનામાં મૃત્યું આંક ઉંચો જઈ રહ્યો છે. આ તમામ કોરોના દર્દીનો અંતિમ સંસ્કાર આણંદ, વિદ્યાનગરના સ્મશાનમાં કરવામાં આવી રહ્યાં હતાં. કોરોના સંક્રમિતોનો મૃત્યુ આંક ઉંચો હોવાના કારણે સ્મશાનમાં સતત સગડીઓ ચાલુ રાખવી પડી હતી. જેમાં આણંદ ખાતે હજુ થોડા સમય પહેલા જ સગડી ઓગળી જતાં મોટું નુકશાન થયું હતું. જેને બદલવામાં દસથી વધુ દિવસ જોવા સમય વીત્યો હતો. આ ગાળામાં તમામ મૃતદેહોને વિદ્યાનગરના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હતાં.

ટેન્ડરીંગ બાદ 12.5 લાખના ખર્ચે નવી સગડી મુકવામાં આવશે

વિદ્યાનગર સ્મશાનમાં મૃતકોનું ભારણ વધતા સ્થિતિ એવી ભયંકર બની ગઈ હતી કે સ્મશાનની બન્ને સગડીઓ સતત ચાલુ રાખવી પડી હતી. જેમાં હાલ એક સગડીમાં વ્યાપક નુકશાન થયું છે. સગડીના પાર્ટ્સ પણ ઓગળવા લાગ્યાં છે. આ અંગે પાલિકા દ્વારા ટેકનીશ્યનને તપાસ સોંપતા સમારકામ માટે રૂ.8.5 લાખનો ખર્ચ લાગે તેમ જણાવ્યું હતું. જે બાદ વિદ્યાનગર પાલિકા દ્વારા નવી સગડી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ટેન્ડરીંગ બાદ 12.5 લાખના ખર્ચે નવી સગડી મુકવામાં આવશેનું પાલિકા દ્વારા જણાવાયું છે.

સ્મશાનની સગડી 10 વર્ષમાં જ બદલવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ

અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્મશાનની સગડીની આવરદા સામાન્ય રીતે 15થી 20 વરસની હોય છે. પરંતુ કોરોના કાળ દરમિયાન મૃત્યુ આંક વધતા સ્મશાનમાં સગડી સતત સળગવાના કારણે તેની આવરદા પણ ઘટી ગઈ છે. હાલ વિદ્યાનગર સ્મશાનની સગડી 10 વર્ષમાં જ બદલવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો