તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ લાગી:આણંદ બેન્ક ઓફ બરોડા ભાલેજ રોડ શાખાના ATMમાં આગથી અફડાતફડી મચી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ

આણંદ નવા બસસ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડા ભાલેજ રોડ બ્રાંચના A.T.Mમા સવારે 4 વાગ્યે આગ લાગતા અફડાતફડી મચી હતી. આણંદ ફ્રાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક ધોરણે આગ લાગવાનું મુખ્ય કારણ શોટસર્કિટ હોવાનું જણાઈ રહ્યુ છે.

મહત્વનું છે કે ATMમાં આગ લાગવાના કારણે ભડકી રહેલ જ્વાળામાં આજુબાજુની તમામ દુકાનોના બોર્ડ સંપૂર્ણ સળગી ઉઠ્યા ગયા હતા. જોકે A.T.M માં કેટલી કેશ હતી તેની વિગતો જાણવા મળી નથી. નોંધનીય બાબત એ છે કે બેંક સ્થળ હોવા છતાં પણ ત્યા વોચમેનની હાજરી નહોતી. વોચમેનની હાજરી બાબતે બ્રાન્ચ હેડને પૂછતાં તેઓએ મૌન સેવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો