તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપ અને કોંગ્રેસની આખરી યાદી પર પ્રદેશની મંજૂરીની મહોર બાકી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર ન કરતાં પક્ષના કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ ગયા
 • સિનિયરની ટિકીટ કાપે તો તેના કુટુંબીને આપે તેવી શક્યતા, કેટલાક અપક્ષ ઉમેદવારી કરવા તૈયાર

આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત અને 8 તાલુકામાં પંચાયત માટે આજથી ઉમેદવારી પત્રો ભરાનાર છે. તેમ છતાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.જેને લઇને ઉમેદવારો મુંઝવણ અનુભવી રહ્યાં છે. આણંદ નગરપાલિકા જૂના જોગીઓ સહિત વર્તમાન કેટલાંક કાઉન્સિલરો પતું કપાઇ તેવી સંભાવના છે.જેને લઇને કેટલાંક નેતાઓ અન્ય પક્ષ સાથે ગૃપ્ત રાહે બેઠકો દોર શરૂ કર્યો છે.

આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તૈયારીમાં લાગ્યાં છે.આણંદ,ઉમરેઠ અને ખંભાત નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે પ્રદેશ પ્રમુખે નવા નિયમો જાહેર કરતાં કેટલાંક કાઉન્સિલરોની ટીકીટ કપાવવાની સંભાવના છે. જેથી પાલિકા રાજકારણ ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટાભાગની પાલિકાના ગણિત ઉંધા પડે તેવીં સંભાવના છે.

હાલ તો જિલ્લાનું મોવડી મંડળ પેનલમાં નામ સાથે ગાંધીનગર પહોંચી ગયું છે. જ્યાં કળશ કોના પર ઢોળાશે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. સૌથી મહત્વની બાબત છે કે, સિનિયર કાઉન્સીલર કપાય તો તેને સાચવવા શું કરવું ? તે પ્રશ્ન મુંજવી રહ્યો છે. એક વાત મુજબ તેમના કુટુંબીને ટીકીટ આપે તેવી શક્યતા છે. જ્યારે કેટલાકે તો અપક્ષ ઉમેદવારી માટે ચક્રોગતિમાન કર્યા છે.

આણંદ જિલ્લા પંચાયત અને 8 તાલુક પંચાયત ચૂંટણી માટેની યાદી જાહેર થઇ નથી. જો કે જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે.તેવા ઉમેદવારોને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી તૈયારીઓ આરંભી દેવા જણાવ્યું છે.જેમાં કેટલાંકે બેનરો તૈયાર કરાવી દઇને ગૃપ્ત રાહે પ્રચાર શરૂ કર્યો છે. હાલમાં તેઓને પણ છેલ્લી ઘડીએ ટીકીટ ન મળે તેવો ડર સત્તાવી રહ્યો છે. જયારે મોટાભાગની બેઠકો નવા ઉમેદવારો મેદાનમાં જોવા મળશે.તેને લઇને સ્થાનિક સ્વરાજયની બેઠકો પર આ વખતે કયાં રાજકીય પક્ષનું જોર છે તે કહેવું મુશ્કેલ બનશે. જો કે તેમ છતાં શહેરી વિસ્તારમાં ભાજપ સારૂ કાઠુ કાઢે તેવી ચર્ચાઅો થઈ રહી છે.

ભાજપ ઉમદેવારોની યાદી 3 દિવસ બાદ જાહેર થવાની સંભાવના
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો દોર શરૂ થઇ ગયો છે,આણંદ પાલિકા સહિત 6 પાલિકાની યાદીમાં સંગઠન દ્વારા બેઠક દીઢ ત્રણ નામ મોકલવામાં આવ્યા છે. ત્યારે તેમાંથી ચૂંટણી જીત શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારમાં આવશે આણંદ પાલિકાના 28 ભાજપના કાઉન્સિલરોમાંથી 11 નામ નવા નિયમો નીકલી ગયા છે. જયારે બાકીના 17માંથી પણ કેટલાંક નામ કપાઇ તેવી સંભાવના છે. તેઓની જગ્યાએ નવા ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવશે. આ વખતે 52 બેઠકો પરથી 30 નવા ચહેરા જોવા મળે તેવી સંભાવના છે. જો કે ભાજપ દ્વારા આગામી ત્રણ દિવસ બાદ એટલે કે 11મી ઉમેદવારો જાહેર થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો