કામગીરી:પાલિકાની અંતિમ સામાન્ય સભામાં ત્રણ મિનિટમાં કરોડોના કામો મંજુર

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાની અંતિમ સભા છતાં 52માંથી ફક્ત 37 સભ્યો જ હાજર

આણંદ પાલિકાની શુક્રવારે યોજાયેલી અંતિમ સાધારણ સભા માત્ર ત્રણ મીનીટમાં આટોપી લેવાઈ હતી. ત્યારે પાંચ વર્ષ સાશનના પૂર્ણ થયા ત્યારે છેલ્લી ઘડીએ વિપક્ષના કોગ્રેસના કાઉન્સિલરોએ પાલિકા પ્રમુખને લેખિતમાં ફરિયાદ કરી આજની યોજાયેલી સામાન્ય સભાના એજન્ડાનો વિરોધ કર્યો હતો. અંતિમ સભા હોવા છતાં ભાજપ- કોગ્રેસના કુલ 52 માંથી ફકત 37 જેટલાં કાઉન્સિલરો હાજર રહ્યા હતા.આમ છતાં પણ એજન્ડાના 24 કામોમાંથી જુદાજુદા વિકાસ લક્ષી કામો અંદાજીત એક કરોડ ઉપરાંતના કામો માટે મંજૂરીની મહોર મારી હતી.

આણંદ પાલિકાની શુક્રવારે બપારે 12 કલાકે અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં સૌ પ્રથમ સભામાં પુર્વ રાજ્ય કક્ષાના મંત્રી રોહિતભાઈ પટેલ,રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલ,અભય ભારદ્વાજના નિધનને લઈને શોક ઠરાવ પસાર કરીને બે મીનીટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ 24 એજન્ડાના કામોને ચર્ચાઓ કર્યા વિના માત્ર ત્રણ મિનીટમાં મંજુર મંજૂર કરી સભા આટોપી લેવાઈ હતી. દરમિયાન કોગ્રેસના કાઉન્સિલર અલ્પેશ પઢિયારે સભાના તમામ એજન્ડાની પ઼ક઼િયાને ભ્રષ્ટાચાર ગણાવી લેખિતમાં આણંદ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો. અંતિમ સભા હોવા છતાં ભાજપના 25 અને કોગ્રેસના કુલ 12 કાઉન્સિલરો હાજર રહયા હતા.જેમાં 3 કાઉન્સિલરોએ રજા રિપોર્ટ આપ્યો હતો.બીજી તરફ પાલિકાની અંતિમ સભા હોઈ તમામ કાઉન્સિલરોનું મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...